અણ્ણા પર સો જિંદગીઓ કુર્બાન, અગ્નિવેશને કેજરીવાલનો જવાબ

arvind kejrival
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: અરવિંદ કેજરીવાલ પર સ્વામી અગ્નિવેશે એવો આરોપ લગાવ્યો કે તેઓ અણ્ણાને અનશન કરાવીને મારવા માંગતા હતા. અગ્નિવેશના આ આરોપનો જવાબ આપતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અણ્ણા પર એક નહી પણ સો જિંદગીઓ કુર્બાન કરી શકાય.

કેજરીવાલે ટ્વિટ કરીને અગ્નિવેશ પાસે જવાબ માગ્યો છે કે તેઓ કયા આધારે તેમની પર આવો આરોપ લગવ્યો છે. કેજરીવાલે અગ્નિવેશને પૂછ્યુ છે કે તેમની પાસે આ આરોપને સાબિત કરવા માટે કોઇ નક્કર પૂરાવા છે કે નહી?.

આ પહેલા અગ્નિવેશે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને લાગે છે કે અણ્ણાનું બલિદાન આંદોલન માટે યોગ્ય રહેશે. સ્વામી અગ્નિવેશે આ વાતનો દાવો એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇંટર્વ્યુમાં કર્યો. જોકે કેજરીવાલે અગ્નિવેશના આરોપોને પડકારી તેમને સવાલ કર્યો છે કે અગ્નિવેશ પાસે આરોપો સાબિત કરવા માટે પુરાવા છે?

અગ્નિવેશના જણાવ્યા અનુસાર એપ્રિલ 2011માં જ્યારે જંતર-મંતર પર લોકપાલ આંદોલન શરૂ થયું ત્યારે તેઓ અણ્ણાને આમરણ અનશન પર બેસાડવાનો વિરોધ કરી રહ્યા હતા. અગ્નિવેશે જણાવ્યું કે જ્યારે મને ખબર પડી કે અણ્ણા આમરણ અનશન કરવાના છે તો મે અરવિંદને સવાલ કર્યો હતો કે 'તેઓ અણ્ણા જેવા ઘરડા વ્યક્તિને અનશન પર કેમ બેસાડી રહ્યા છે. ત્યારે અરવિંદે જણાવ્યું હતું કે તેમનું બલિદાન થશે તો દેશમાં ક્રાંતિ આવશે. તેઓ મરી જશે તો પણ કઇ વાંધો નથી, તે આંદોલન માટે સારુ રહેશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X