કોંગ્રેસની માન્યતા રદ કરે ચૂંટણી પંચ: સુબ્રમણ્યમ સ્વામી

એક દિવસ પહેલા જ કોંગ્રેસે સ્વીકાર કર્યું હતું કે તેમણે નેશનલ હેરાલ્ડના પ્રકાશનને લોન અપાવી હતી. સ્વામીએ પત્રકારોને જણાવ્યું કે આજે હું ચૂંટણીપંચને કોંગ્રેસની માન્યતા રદ કરવાની માંગને લઇને અરજી દાખલ કરવા જઇ રહ્યો છું.
કોંગ્રેસે જણાવ્યું હતું કે પ્રકાશન કંપનીએ આ વ્યાજથી કોઇ વ્યવસાયિક લાભ નથી ઉઠાવ્યો. પાર્ટીના મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે સમાચાર પત્રની કથળતી હાલતને સારી બનાવવા કોંગ્રેસે ધી એસોસિએટેડ જર્નલની મદદ કરીનો પોતાની ફરજ નિભાવી હતી.
સ્વામીએ ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી મહાસચિવ રાહુલ ગાંધી પર ખોટા કામ કરવાના આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ જ રીતે દિલ્હીમાં આવેલા હેરાલ્ડ હાઉસને હસ્તગત કરાયું હતું.












Click it and Unblock the Notifications
