For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનશન પર બેઠાં સ્વાતિ માલીવાલ, પોલીસે જંતર-મંતર ખાલી કરવા અપીલ કરી

અનશન પર બેઠાં સ્વાતિ માલીવાલ, પોલીસે જંતર-મંતર ખાલી કરવા અપીલ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલ દુષ્કર્મની ઘટનાઓ વિરુદ્ધ રેપના આરોપીઓને જલદીમાં જલદી સજાની માંગને લઈ દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલીવાલ મંગળવારથી અનિશ્ચિતકાલીન ભુખ હડતાળ પર બેસી ગયા છે. હંગર સ્ટ્રાઈક પર બેસતા પહેલા સ્વાતિ માલીવાલ રાજઘાટ ગયાં. હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે સામૂહિક બળાત્કાર અને હત્યા અને રાજસ્થાનમાં છ વર્ષીય બાળકી સાથે બળાત્કારની બિભત્સ ઘટનાના વિરોધમાં માલીવાલના વિરોધ પ્રદર્શનમાં હજારો મહિલાઓ સામેલ થઈ છે. અગાઉ સવારે માલીવાલે પોલીસ પર તેમને જંતર-મંતર પર અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ કરવાની અનૂમતિ ના આપવાનો આરોપ લગાવ્યો હતો.

swati maliwal

માલીવાલે કહ્યું કે તેમણે પીએમ મોદીને પત્ર લખી આરોપીઓ પર દોષ સાબિત થયાના છ મહિનામાં ફાંસી આપવાની માગ કરી હતી. ડીસીડબલ્યૂના અધ્યક્ષે જંતર-મંતર પર કહ્યું, પ્રધાનમંત્રી સમક્ષ મારી માગ છે કે બળાત્કારના આોપીઓને ફાંસીની સજા આપવામાં આવે. હૈદરાબાદ મામલાના આરોપીને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. પાછલા વર્ષે મેં પ્રદર્શન કર્યું હતું અને 10 દિવસમાં સરકારે સગીરો પર રેપ કરનારાઓને 6 મહિનામાં ફાંસી આપવાનો કાનૂન બનાવ્યો હતો, પરંતુ તેના પર અમલ નથી થયો.

જ્યારે દિલ્હી પોલીસે માલીવાલના પ્રદર્શન ના કરવા દેવાના આરોપોને ફગાવી દીધા. મામલાને સ્પષ્ટ કરવાની માંગ કરતા પોલીસે કહ્યું કે ડીસીડબલ્યૂને પત્ર લખી પ્રદર્શનનું વિવરણ, પરિવહનના સાધન, માઈક્રોફોનના પ્રબંધ અને આમાં સામેલ થનાર પ્રદર્શનકારીઓની સંખ્યાના સંબંધમાં જાણકારી માંગી છે. સાથે જ તે સોગંધનામાની એક કોપી પણ માંગી છે જેને સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ ભરવાનું હોય છે. તેમણે જણાવ્યું કે વિવરણનો ઈંતેજાર કરવામાં આવી રહ્યો છે.

જ્યારે દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું કે જંતર-મંતર પર સાંજે વાગ્યા સુધી કોઈપણ વિરોધ પ્રદર્શન ના કરી શકે. તે બાદ તેમણે દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે. જો તેઓ પોતાના પ્રદર્શન માટે રામલીલા ગ્રાઉન્ડ જેવી વૈકલ્પિક જગ્યા પસંદ કરે છે તો આ અનુરોધ પર અમે વિચાર કરી શકીએછીએ.

હૈદરાબાદ ગેંગરેપ બાદ બેંગ્લોર મેટ્રોનું એલાન, મહિલાઓ આ હથિયાર સાથે રાખી શકશેહૈદરાબાદ ગેંગરેપ બાદ બેંગ્લોર મેટ્રોનું એલાન, મહિલાઓ આ હથિયાર સાથે રાખી શકશે

English summary
swati maliwal started her huger strike at jantar mantar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X