For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વાઇન ફ્લુનો કહેર, 2 માસમાં 261 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

swine flu
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: ભારતમાં સ્વાઇન ફ્લુનો કેહર વધતો જઇ રહ્યો છે. આ જીવલેણ બિમારીથી છેલ્લા 2 મહિનામાં જ 261 લોકોના મૃત્યુ થઇ ગયા છે. જેમાં સૌથી વધારે મૃત્યુ રાજસ્થાનમાં થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. ભારતના બધા રાજ્યોમાં 2013માં અત્યારસુધી 2329 લોકો સ્વાઇન ફ્લુની બિમારીથી પ્રભાવિત થયા છે.

માત્ર દિલ્હીમાં જ આ મંગળવાર સુધી સ્વાઇન ફ્લુના દર્દીઓની સંખ્યા 834 જેટલી નોંધાઇ છે જે દેશમાં સૌથી વધારે છે. ત્યાર બાદ રાજસ્થાનનો નંબર આવે છે જેમાં 564 અને હરિયાણામાં 305 લોકો સ્વાઇન ફ્લૂના પોઝિટિવ આવ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વર્ષે સ્વાઇન ફ્લુથી થયેલા મોતમાં સૌથી વધારે મૃત્યુ રાજસ્થાનમાં થયા છે. જ્યા 107 લોકોના મોત થયા છે, તેમજ ગુજરાતના રાજકોટમાં ગઇકાલે બુધવારે સ્વાઇન ફ્લુગ્રસ્ત એક 62 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું, જેની સાથે ગુજરાતમાં પણ આ જીવલેણ રોગના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 51 સુધી પહોંચી ગઇ છે. જ્યારે ત્રીજા નંબરે હરિયાણા આવે છે, જ્યાં 36 અને પંજાબ 32 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં ગયા ચાર વર્ષોમાં સ્વાઇન ફ્લુના મામલામાં સતત ઘટાડો નોંધાયો છે. વર્ષ 2009માં સ્વાઇન ફ્લુના સર્વાધિક 27,236 મામલા નોંધાયા છે. જે 2010માં ઘટીને 20,604 પર આવી ગયા. જ્યારે 2012માં આ સંખ્યા 5,054 સુધી ઘટી હતી. 2011માં સૌથી વધારે 1763 લોકોના મોત નોંધાયા હતા. જ્યારે 2012માં 405 લોકો સ્વાઇન ફ્લુના કારણે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

English summary
swine flu: death reach at 261 in two months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X