For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇઃ તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કરાચીથી આવ્યો હતો ફોન

મુંબઇઃ તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કરાચીથી આવ્યો હતો ફોન

|
Google Oneindia Gujarati News

મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે. મુંબઇની તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ફોન આવ્યો છે. આ ફોન પાકિસ્તાનના કરાચીથી હોટલમાં આવ્યો હતો. હાલ હોટલ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ મુંબઇ પોલીસે કહ્યું કે, કાલે કરાચીથી આવેલા ફોનમાં તાજ હોટલને બમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હોટલ અને આજુબાજુના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

taj hotel

જાણકારી મુજબ તાજ હોટલમાં આ ફોન પાકિસ્તાનથી આવ્યો. જેમાં એક શખ્સે કહ્યું, 'કરાચી સ્ટૉક એક્સચેન્જમાં થયેલ આતંકી હુમલો બધાયે જોયો છે. હવે તાજ હોટલમાં 26/11 જેવો હુલમો ફરી થશે.' મુંબઇ પોલીસને તરત જ ફોનની જાણકારી આપવામાં આવી. જે બાદ પોલીસે સુરક્ષા બંદોબસ્ત વધુ આકરો કરી દીધો છે. જે બાદ અહીં આવતા મહેમાનો પર નજર રાખવામાં આવી રહી છ.

જણાવી દઇએ કે વર્ષ 200ના રોજ પણ મુંબઇમાં આતંકી હુમલો થયો હતો. જે 60 કલાક સુધી ચાલ્યો હતો. આ આતંકી હુમલામાં 166 લોકોના મોત થયાં હતાં અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે લોકો હુમલામાં મૃત્યુ પામ્યા હતા તેમાં 28 વિદેશી પણ સામેલ હતા. આ હુમલામાં એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. જેની ભારતીય સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ કરી હતી. જેનાથી માલૂમ પડ્યું હતું કે હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. 21 સપ્ટેમ્બર 2012ની સવારે પુણેની યરવડા જેલમાં કસાબને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો. તેના મોત પહેલા સુરક્ષા એજન્સીઓએ પાકસ્તાનમાં રચવામાં આવેલ હુમલાના ષડયંત્ર સાથે જોડાયેલ હરેક માહિતી હાંસલ કરી લીધી હતી.

અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠારઅનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર

English summary
taj hotel received a threat call from karachi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X