For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાન સરકારમાં કામ કરતી મહિલાઓને ઘરમાં રહેવા તાલિબાનનો આદેશ!

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી અફઘાન મહિલાઓની સ્થિતી અત્યંત સંવેદનશીલ છે. મંગળવારે તાલિબાન એએફપીએ અફઘાન સરકારની મહિલા કર્મચારીઓને સુરક્ષા પરવાનગી ન મળે ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સૂચના આપી છે.

|
Google Oneindia Gujarati News

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી અફઘાન મહિલાઓની સ્થિતી અત્યંત સંવેદનશીલ છે. મંગળવારે તાલિબાન એએફપીએ અફઘાન સરકારની મહિલા કર્મચારીઓને સુરક્ષા પરવાનગી ન મળે ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ સમગ્ર દેશમાં ગભરાટનું વાતાવરણ છે. આ કબજા પછી તાલિબાને કહ્યું કે અફઘાનિસ્તાનમાં સરકારી કર્મચારીઓ તેમના કામ પર પાછા આવી શકે છે. બીજી તરફ કામ કરવા આવેલી મહિલા કર્મચારીઓને પરત મોકલવામાં આવ્યા. સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલા કર્મચારીઓને મંજૂરી ન મળે ત્યાં સુધી ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

Taliban

તાલિબાનના પ્રવક્તાએ મંગળવારે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટે કુશળ અફઘાની નાગરિકોને બહાર કાઢવાનું બંધ કરવું જોઈએ અને ચેતવણી આપી હતી કે દેશમાંથી એરલિફ્ટ માટે 31 ઓગસ્ટની સમયમર્યાદા વધારવી નહીં. કટ્ટરપંથી ઇસ્લામિક જૂથે જણાવ્યું હતું કે અમેરિકનો અફઘાનિસ્તાનમાંથી અફઘાન નિષ્ણાતોને બહાર લઇ જઈ રહ્યા છે.

પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે તેમને આ પ્રક્રિયા રોકવા માટે કહી રહ્યા છીએ. તાલિબાનના ટોચના પ્રવક્તાએ મંગળવારે લાઈવ પ્રસારણ દરમિયાન કેટલીક માંગણીઓ કરી હતી, કેમ કે અમેરિકાની આગેવાની હેઠળના સૈનિકોએ કાબુલમાંથી હજારો લોકોને બહાર કાઢવા માટે કામગીરી તેજ કરી છે. પ્રવક્તાએ અગાઉની જાહેરાતને પુનરાવર્તિત કરી હતી કે તાલિબાન અમેરિકાને આગામી સપ્તાહની સમયમર્યાદા વધારવા દેશે નહીં. મુજાહિદે કહ્યું કે, તેમની પાસે વિમાનો છે, તેમની પાસે એરપોર્ટ છે, તેઓએ તેમના નાગરિકો અને ઠેકેદારોને અહીંથી બહાર કાઢવા જોઈએ.

રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે તે અમેરિકી દળોને બહાર કાઢવા માટે તેમણે નક્કી કરેલી 31 ઓગસ્ટની સમયમર્યાદાને વળગી રહેવાની આશા રાખે છે, પરંતુ તેમને તારીખ આગળ વધારવા યુરોપિયન સાથીઓ અને બ્રિટનના દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. યુએસ સરકારના જણાવ્યા અનુસાર તાલિબાનના સત્તા પર આવ્યા બાદથી આશરે 50,000 વિદેશીઓ અને અફઘાન કાબુલ એરપોર્ટ પરથી દેશ છોડીને ભાગ્યા છે.

ઘણા અફઘાન નાગરિકોને શરિયા કાયદાની ક્રૂરતાની પુનરાવર્તનનો ડર છે, જ્યારે તાલિબાન 1996-2001 દરમિયાન પ્રથમ વખત સત્તામાં આવ્યુ ત્યારે યુએસ સમર્થિત સરકાર સાથે કામ કરવા બદલ બદલો લીધો હતો.

English summary
Taliban orders Afghan government employees to stay at home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X