તમિલનાડુના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિરમાં કર્યા દર્શન
તમિલનાડુ ભાજપે 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજ્યમાં તેની છ મહિના લાંબી પદયાત્રા 'એન મન, એન મક્કલ' માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે તેનું લોકાર્પણ કરવા મદુરાઈ પહોંચ્યા હતા.
આ દરમિયાન રાજ્ય ભાજપ દ્વારા આયોજિત "એન મન એન મક્કલ" પદયાત્રાને ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. બીજી તરફ આજે પ્રવાસના બીજા દિવસે તેમણે વહેલી સવારે રામેશ્વરમના રામનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 28 જુલાઈના રોજ રામેશ્વરમથી તમિલનાડુમાં ભાજપની 'એન મન, એન મક્કા' (માય લેન્ડ, માય પીપલ) યાત્રા શરૂ કરાવી. આગામી લોકસભા ચૂંટણી પહેલા આ નિર્ણય દક્ષિણના આ રાજ્યમાં પોતાનો જન આધાર વધારવાના હેતુથી લેવામાં આવ્યો.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્ય માટે પાર્ટી બાબતોના પ્રભારી સીટી રવિએ જણાવ્યું હતું કે આ યાત્રા પાંચ તબક્કામાં આયોજિત કરવામાં આવશે અને જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ચેન્નાઈમાં સમાપ્ત થતાં પહેલાં સમગ્ર તમિલનાડુમાંથી પસાર થશે.
સીટી રવિએ કહ્યું હતુ કે ભાજપની લોકપ્રિયતા વધી રહી છે અને દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) સરકાર સામે સત્તા વિરોધી લહેર છે. રવિએ ભ્રષ્ટાચાર અને નબળી કાયદો અને વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર એમકે સ્ટાલિનની આગેવાનીવાળી સરકારની ટીકા કરી હતી.
આ પદયાત્રાનું નેતૃત્વ ભાજપના તમિલનાડુ એકમના અધ્યક્ષ કે અન્નામલાઈ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો હોવા છતાં ભાજપ આ રાજ્યમાં અત્યાર સુધી ખાસ કંઈ કરી શકી નથી.
નોંધનીય છે કે ભાજપ તમિલનાડુમાં AIADMK અને કેટલીક અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધનમાં છે. પાર્ટીમાં એવો મત છે કે અન્નામલાઈએ તેમની આક્રમકતા અને ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટ વલણને કારણે રાજ્યમાં એક ઓળખ બનાવી છે. તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે, ડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધને 2019ની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી હતી.
#WATCH | Tamil Nadu: Union Home Minister Amit Shah visits Ramanathaswamy Temple in Rameswaram. pic.twitter.com/MwlDcSbwuP
— ANI (@ANI) July 29, 2023












Click it and Unblock the Notifications
