For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં 7 દિવસનુ પૂર્ણ લૉકડાઉન, જનતાને નહિ મળે કોઈ પ્રકારની છૂટ

તમિલનાડુ સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે હેઠળ હવે રાજ્યોમાં એક સપ્તાહ સુધી ફૂલ લૉકડાઉન રહેશે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે પરંતુ દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં સ્થિતિ હજુપણ ચિંતાજનક છે. જેના કારણે તમિલનાડુ સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે હેઠળ હવે રાજ્યોમાં એક સપ્તાહ સુધી ફૂલ લૉકડાઉન રહેશે, જે 24 મેથી શરૂ થશે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આનાથી કોરોના સંક્રમણની ચેન તોડવામાં મદદ મળશે.

covid

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અધિકારીઓ સાથે કોરોના વાયરસની સમીક્ષા કરી હતી. ત્યારબાદ એક સપ્તાહનુ પૂર્ણ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો. આ લૉકડાઉન 24 તારીખથી શરૂ થશે જેમાં કોઈ પણ પ્રકારની છૂટ સામાન્ય જનતાને આપવામાં આવશે નહિ. જો કે સરકારે સ્પષ્ટ કર્યુ છે કે ઈમરજન્સી સેવા સાથે જોડાયેલ કર્મચારી કામ પર જઈ શકશે જેથી કોરોના દર્દીઓની મદદ કરી શકાય.

તમિલનાડુમાં કેટલા કેસ?

તમને જણાવી દઈએ કે તમિલનાડુ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ચોથુ રાજ્ય છે જ્યાં અત્યાર સુધી 17,70,988 કેસ સામે આવી ચૂક્યા છે. આ સાથે જ રાજ્યમાં 19,598 લોકોના મોત થયા જ્યારે 14,76,761 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. એવામાં ત્યાં સક્રિય કેસની સંખ્યા હવે 2,74,629 છે. વળી, બીજી તરફ રાજ્યમાં કોરોનાને રોકવા માટે ઝડપથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જે હેઠળ અત્યાર સુધી 72 લાખ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

દેશની શું છે સ્થિતિ

કુલ કેસ - 2,63,01,789
મોત - 2,95,618
રિકવરી - 2,30,66,041
સક્રિય કેસ - 29,29,590

English summary
Tamil Nadu complete 7 day lockdown from 24th May
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X