Tamil Nadu Elections 2021: સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસને આપ્યો મત, આ રીતે થઈ રહ્યુ છે મતદાન

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે આજે બધી સીટો પર મતદાન થઈ રહ્યુ છે.

ચેન્નઈઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે આજે બધી સીટો પર મતદાન થઈ રહ્યુ છે. અહીં વિધાનસભાની કુલ 234 સીટો છે જેના પર ચૂંટણી પંચે એક જ તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય લીધો. તમિલનાડુ ઉપરાંત પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને પુડુચેરીમાં સવારે 7 વાગ્યાથી લોકો મત આપી રહ્યા છે. રાજ્યની મોટી મોટી હસ્તીઓ પણ પોત-પોતાના વિસ્તારમાં મત આપવા પહોંચ્યા. ફિલ્મી સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નઈમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યુ.

કમલ હસને કર્યુ મતદાન

કમલ હસને કર્યુ મતદાન

તમિલનાડુના મક્કલ નીડિ માઈમના પ્રમુખ કમલ હસન કે જેઓ અભિનેતા પણ છે તેમણે પોતાની દીકરીઓ - અક્ષરા અને શ્રુતિ હસન સાથે ચેન્નઈમાં મતદાન કર્યુ છે. આ જ રીતે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કંદનૂરમાં પોતાનો મત આપ્યો. ડીએમકેના અધ્યક્ષ એમ કે સ્ટાલિને પોતાની પત્ની દુર્ગા સ્ટાલિન અને દીકરા ઉદયનિધિ સ્ટાલિન સાથે મતદાન કરવા માટે સવારે ચેન્નઈથી એસઆઈટી કૉલેજ પહોંચ્યા. તેની થોડી મિનિટો બાદ ડીએમકેના અધ્યક્ષ એમકે સ્ટાલિને ચેન્નઈની એસઆઈટી કૉલેજમાં મતદાન કર્યુ.

કોરોના નિયમોનુ કડકાઈથી પાલન

કોરોના નિયમોનુ કડકાઈથી પાલન

પોલિગ બૂથ પર હાજર એક અધિકારીએ જણાવ્યુ કે આજે રાજ્યમાં મતદાન કરાવતા પહેલા પંચે કોરોના નિયમોનુ કડકાઈથી પાલન કરાવવાના નિર્દેશ દરેક રાજ્યોના ચૂંટણી અધિકારીને આપ્યા. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગ વચ્ચે આ મતદાન કરાવવામાં આવી રહ્યુ છે. ઘણા રાજ્યોમાં લોકો મત આપી રહ્યા છે. તમિલનાડુની નજક પુડુચેરી અને કેરળમાં પણ મતદાન થઈ રહ્યુ છે.

કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર?

કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર?

આ રાજ્યમાં સત્તારુઢ અન્નાદ્રમુક અને દ્રમુક વચ્ચે મુકાબલો વધુ રસપ્રદ છે. જો કે દેશની સત્તા પર બેઠેલ ભાજપે પણ ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો. અહીં ભાજપ, અન્નાદ્રમુક સાથે મળીને ચૂંટણી લડી રહી છે. અન્નાદ્રમુકના 179 અને ભાજપના 20 ઉમેદવાર મેદાનમાં છે. કોંગ્રેસનુ દ્રમુક સાથે ગઠબંધન છે.

અહીં ત્રીજો મોરચો છે મેદાનમાં

અહીં ત્રીજો મોરચો છે મેદાનમાં

ટીટી દિનાકરનની અમ્મા મક્કલ મુનેત્ર કડગમ ત્રીજો મોરચો બનાવવાની કોશિશમાં છે. દિનાકરનની પાર્ટી 161 સીટો પર ચૂંટણી લડી રહી છે. દિનાકરન શશિકલા(જયલલિતાની નજીક)ના ભત્રીજા છે. કમલ હસનની પાર્ટી મક્કલ નિધિ માઈમ 142 સીટો પર ચૂંટણી નસીબ અજમાવી રહી છે.

2 પક્ષો વચ્ચે જ રહી સત્તા

2 પક્ષો વચ્ચે જ રહી સત્તા

આમ જોવા જઈએ તો અત્યાર સુધી તમિલનાડુની રાજનીતિ અન્નાદ્રમુક અને દ્રમુક વચ્ચે જ સમેટાઈ રહી છે. આ વખતે યુવા મતદારોના કારણે દ્રવિડ રાજનીતિ થોડી લચીલી થઈ છે. બેથી વધુ વિકલ્પ હોવાના કારણે આ વખતે લીકથી હટીને મતદાન થઈ શકે છે.

kamal

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X