Erode East Bypolls Results: તમિલનાડુની ઈરોડ ઈસ્ટ પેટા ચૂંટણી પર મતગણતરી શરુ
તમિલનાડુની ઈરોડ ઈસ્ટ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીના પરિણામો આજે સામે આવશે.
Erode East Bypolls Results: તમિલનાડુની ઈરોડ ઈસ્ટ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીના પરિણામો આજે સામે આવશે. અહીં 27 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ ત્યારબાદ આજે મતોની ગણતરી થઈ રહી છે. સાંજે 5 વાગ્યા પહેલા મતોની ગણતરીની પ્રક્રિયા પૂરી થઈ જશે. ઈરોડ ઈસ્ટ વિધાનસભા સીટ પર કુલ 2.27 લાખ મતદારો છે. જેમાંથી 1.70 લાખ એટલે કે 74.79 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પેટાચૂંટણી બાદ ઈવીએમ અને વીવીપેટ મશીનને મત ગણતરી માટે આઈઆરટીટી એન્જિનિયરીંગ કૉલેજ લાવવામાં આવ્યા. અહીં તેમની સુરક્ષા માટે 5 ટિયર ગનમેનની સુરક્ષામાં સ્ટ્રૉંગ રુમમાં રાખવામાં આવ્યા છે.

આ પેટાચૂંટણી કોંગ્રેસના ધારાસભ્ય થિરુમય અવેરાના નિધન બાદ યોજાઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર ઈવીકેએસ ઈલાન્ગોવન અને એઆઈએડીએમકેના ઉમેદવાર થેન્નારસુ વચ્ચે સીધો મુકાબલો છે. ડીએમકેએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યુ છે. એમકે સ્ટાલિન અને પલાનીસામીએ ચૂંટણીમાં જોરદાર પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીમાં કુલ 77 ઉમેદવારો મેદાનમાં છે.
આ પેટાચૂંટણીને રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની વિશ્વસનીયતાની ચૂંટણી માનવામાં આવી રહી છે. રાજ્યમાં સરકાર બન્યાના 22 મહિના બાદ આ પેટાચૂંટણી યોજાઈ રહી છે, તેથી આ પેટાચૂંટણીને સરકારની કામગીરીની કસોટી પણ માનવામાં આવી રહી છે. તેમજ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આ પેટાચૂંટણી એમકે સ્ટાલિનની લોકપ્રિયતાની કસોટી બની શકે છે. મત ગણતરી સંબંધિત માહિતી માટે જોડાયેલા રહો.












Click it and Unblock the Notifications
