તમિલનાડુમાં ખેડૂતે બનાવ્યુ પીએમ મોદીનુ મંદિર, રોજ કરે છે આરતી
તમિલનાડુના એક ખેડૂતે પોતાના ખેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ મંદિર બનાવ્યુ છે. વાંચો વિગત..
તમિલનાડુના એક ખેડૂતે પોતાના ખેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ મંદિર બનાવ્યુ છે. તેણે જણાવ્યુ કે તે પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ જેવી કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત છે અને તેને આનો ફાયદો પણ મળ્યો છે. પી શંકર(50) નામના આ ખેડૂતે અહીંથી લગભગ 63 કિલોમીટર દૂર ઈરાકૂડી ગામમાં ગયા સપ્તાહે મંદિરનુ ઉદ્ઘાટન કર્યુ. તે રોજ સવારે આરતી પણ કરે છે અને મંત્ર વાંચે છે.

તમિલનાડુના ખેડૂતે બનાવ્યુ પ્રધાનમંત્રી મોદીનુ મંદિર
તમિલનાડુના ત્રિચીમાં ભાજપ કાર્યકર્તા અને ખેડૂત પી શંકરે પોતાની ખેતીની જમીન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર નમો મંદિરનુ નિર્માણ કરાવ્યુ છે. ત્રિચી જિલ્લાના થુરૈયુર બ્લોકના ઈરાકુડી ગામના 50 વર્ષીય ભાજપ કાર્યકર્તા પી શંકરે કહ્યુ છે કે આ મંદિર પીએમ મોદી માટે તેમના પ્રેમને દર્શાવે છે. ખેડૂતે જણાવ્યુ કે અય્યા (પ્રધાનમંત્રી મોદી માટે સમ્માનજનક સંબોધન) ના મંદિરનુ નિર્માણ લગભગ આઠ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યુ હતુ. અમુક મુશ્કેલીના કારણે તે જલ્દી પૂરુ થઈ શક્યુ નહિ અને મંદિરનુ ઉદ્ઘાટન ગયા અઠવાડિયે થયુ.

પોતાની કમાણીથી બનાવ્યુ મંદિર
ત્રિચિના નમો મંદિરે વિસ્તારમાં હલચલ મચાવી દીધી છે અને આસપાસના ગામોથી લોકો મંદિર જોવા માટે આવી રહ્યા છે. પી શંકર પોતાના ગામ ઈરાકુડીમા ખેડૂત સંઘના અધ્યક્ષ પણ છે. પી શંકર કહે છે કે તે 2014થી જ મંદિર બનાવવાનુ વિચારી રહ્યા હતા પરંતુ પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ યોજના બાદ તેમણે પોતાના ખેતરમાં એક ભાગ નક્કી કરીને પોતાની કમાણીના 1.20 લાખથી આ મંદિરનુ નિર્માણ કરી દીધુ.

મોદી ઉપરાંત ઘણા નેતાઓના ફોટા લગાવ્યા
નમો મંદિર બનાવવા માટે પી શંકરે પહેલા પીએમ મોદીની મેટલની મૂર્તિ બનાવવાની કોશિશ કરી પરંતુ તેના પર એક લાખ રૂપિયા ખર્ચ આવતો હતો. પછી ગ્રેનાઈટ સ્ટોનની વિચારી તો તેના માટે પણ બનાવનારે 80 હજાર રૂપિયા માંગ્યા. બાદમાં પી શંકરે પત્થર અને સિમેન્ટથી દસ હજારની કિંમતે પીએમ મોદીની 2 ફૂટ ઉંચી મૂર્તિ બનાવી. બાકી ખર્ચ મંદિર બનાવવામાં ગયો. નમો મંદિરમાં પી શંકરે પીએમ મોદી ઉપરાંત એમજી રામચંદ્રન, જે જયલલિતા અને તમિલનાડુના સીએમ કે પલાનીસ્વામીનો ફોટો પણ લગાવ્યો છે જેમને તે પસંદ કરે છે.












Click it and Unblock the Notifications
