તમિલનાડુમાં અનાથ આશ્રમમાં કિશોરી સાથે ગુજાર્યો બળાત્કાર, આરોપીની ધરપકડ

rape
નવી દિલ્હી, 20 જુલાઇ: તમિલનાડુના તિરનવેલીમાં લાઇસન્સ વિના ચાલી રહેલા એક અનાથ આશ્રમમાં કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઇપણ જાતના લાઇસન્સ વિના ચાલી રહેલા અનાથ આશ્રમમાં એક 19 વર્ષના છોકરાએ કિશોર બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલાનોપ ખુલાસો થતાં પોલીસે બે મહિલા કર્મચારી સહિત અનાથ આશ્રમના માલિકની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના બાદ અનાથ આશ્રમને સીલ કરી દેવામાં આવ્યું હતું અને અનાથ આશ્રમના બધા 60 બાળકોને નજીકના બાળઘરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. અનાથ આશ્રમના માલિક પ્રભાકરણ, બે મહિલા વોર્ડન અને બાળકી સાથે બળાત્કાર ગુજારનાર મુત્થુરાજની ધરપકડ કરી લીધી છે.

પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ અનાથ આશ્રમમાં 60 બાળકો છે જેમાંથી મુત્થુરાજને છોડીને બાકીના બધાની ઉંમર 18 વર્ષની ઓછી હતી. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે આરોપી તેને બાથરૂમમાં લઇ ગયો અને ત્યાં તેને બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બાળકીએ આ અંગે ફરિયાદ વોર્ડનને કરી તો તેને મામલો દબાવી દિધો. ત્યારબાદ બાળકીને પેટમાં દુખાવાની ફરિયાદ બાળકીને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ તેની સાથે બળાત્કારની પુષ્ટિ કરી અને પોલીસને આ વાત અંગે સૂચના આપી અને આખો મામલો દબાવી દિધો.

પોલીસે તાત્કાલિક બાળકીને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવી જ્યાં તેની સાથે બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઇ હતી. અત્યાર સુધી આ મુદ્દે 4 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે ફરિયાદ નોંધી અનાથ આશ્રમને સીલ કરી દિધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X