For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા પત્રકારે પુછ્યો સવાલ, તો તમિલનાડુના રાજ્યપાલે તેના ગાલ પંપાળ્યા

તમિલનાડુના રાજ્યપાલે મહિલા પત્રકાર દ્વારા સવાલ પુછતા સામે તેનો ગાલ પંપાળ્યો. આ પછી મહિલા પત્રકારે આ અંગે સોશ્યલ મીડિયામાં વિરોધ કરતા વિવાદ વધ્યો. જાણો વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના 78 વર્ષીય રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત એક મોટા વિવાદમાં ફસાયા છે ડિગ્રીના બદલે એડજેસ્ટ કરવા મામલે એક મહિલા પ્રોફેસરની ધરપકડ પછી ઉઠેલા સવાલો પર સફાઇ આપવા મંગળવારે બોલવવામાં આવેલી પ્રેસ કોન્ફર્ન્સ દરમિયાન રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે એક મહિલા પત્રકારના ગાલ અડી લીધા. મહિલા રાજ્યપાલને સવાલ પુછી રહી હતી જેનો જવાબ ટાળવા માટે રાજ્યપાલે તેને પુછ્યા વિના તેના ગાલ પંપાળ્યા હતા. જે મામલે મહિલા પત્રકારે ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાનો અણગમો વ્યક્ત કર્યો હતો.

મહિલાની ટ્વિટ

મહિલાની ટ્વિટ

મહિલા પત્રકારે સોશ્યલ સાઇટમાં પોતાનો આ અંગે વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજ્યભવનમાં બોલવવામાં આવેલી પ્રેસ કોન્ફેરન્સમાં મેં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને એક સવાલ પુછ્યો. તેનો જવાબ આપવાના બદલે રાજ્યપાલે મારા ગાલ પંપાળ્યા. આ પછી મેં અનેક વાર મારો ચહેરો પાણીથી સાફ કર્યો પણ તેના નિશાન છૂટતા નથી. શું તમે એટલા ઉત્તેજીત અને નારાજ થઇ ગયા હતા તમે રાજ્યપાલ પુરોહિત. તમારા હિસાબથી ભલે આ દાદાજી જેવું કામ હોય પણ મારા માટે આ ખોટું છે. આમ મહિલા પત્રકારે ટ્વિટ કરતા અન્ય યુઝર્સ પણ હાલ રાજ્યપાલની આલોચના કરી રહ્યા છે.

કનિમોઝીનું સમર્થન

કનિમોઝીનું સમર્થન

ત્યાં જ ડીએમકે અને રાજ્યસભા સાંસદ કનિમોઝીએ પણ આ મામલે ટ્વટિ કર્યું છે. કનિમોઝીએ નામ લીધા વિના કહ્યું કે ભલે તેનો ઇરાદો ખોટો ના હોય પણ જે લોકો સંવૈધાનિક પદ પર છે તેમણે પોતાની મર્યાદાનું ધ્યાન રાખવું જોઇએ. એક મહિલા પત્રકારની ગોપનીયતાનું ઉલ્લંધન કરવું તે પ્રતિષ્ઠા કે સન્માન નથી દર્શાવતું. ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ સોશ્યલ મીડિયામાં અનેક લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે.

ડિગ્રીનો વિવાદ

ડિગ્રીનો વિવાદ

નોંધનીય છે કે તમિલનાડુની પ્રાઇવેટ કોલેજમાં એક મહિલા લેક્ચરરની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. દેવાંગ આર્ટસ કોલેજની આ મહિલા લેક્ચરર પર આરોપ છે કે તે વિદ્યાર્થીઓને સારી રીતે પાસ કરાવવા માટે અધિકારીઓ સાથે એડજેસ્ટ થવાની સલાહ આપી હતી. એડજેસ્ટને અહીં સેક્શુઅલ ફેવરમાં જોવામાં આવે છે. આ મામલો એક મહિના જૂનો છે. પણ હાલમાં જ આ મહિલાનો ઓડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે જ રાજ્યપાલે પ્રેસ કોન્ફર્ન્સ બોલાવી હતી.

English summary
TamilNadu Governor Banwarilal Purohit Pats Lady Journalist On Cheek Without Consent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X