કુખ્યાત તંદૂર કાંડનો દોષિત 23 વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યા બાદ શું બોલ્યો?

જેલમાંથી છૂટ્યા બાદ કુખ્યાત તંદુર કાંડના દોષિતન આંખોમાં પસ્તાવાના આંસુ જોવા મળ્યા.

જેલમાંથી છૂટ્યા બાદ કુખ્યાત તંદુર કાંડના દોષિતન આંખોમાં પસ્તાવાના આંસુ જોવા મળ્યા. લગભગ 23 વર્ષની સજા કાપ્યા બાદ તિહાર જેલમાંથી નીકળેલા સુશીલ શર્માએ કહ્યુ કે 'સાંઈબાબા અને દુર્ગામા મારી આસ્થા છે. હું જેલમાં રોજ ભગવાનની પ્રાર્થના કરતો હતો. હવે હું શિરડી જવાની યોજના બનાવી રહ્યો છુ. 23 વર્ષની સજા કાપ્યા બાદ શર્મા સામે નવેસરથી પોતાનુ જીવન શરૂ કરવાનો પડકાર હશે.

23 વર્ષની સજા બાદ તિહાર જેલમાંથી આવ્યો બહાર

23 વર્ષની સજા બાદ તિહાર જેલમાંથી આવ્યો બહાર

23 વર્ષ પહેલા વર્ષ 1995માં પોતાની પત્ની નૈના સાહનીની હત્યા કરવા અને બાદમાં અશોક યાત્રી નિવાસ (હવે રૉયલ પ્લાઝા)ની છત પ શબને તંદૂરમાં બાળવાની કોશિશ કરવાના કેસમાં સજા કાપીને શુક્રાવારે શર્મા તિહાર જેલમાંથી બહાર આવ્યો. શર્માએ કહ્યુ કે તે પોતાના માતા પિતા સાથે વૈષ્ણોદેવી જવા ઈચ્છતો હતો પરંતુ હવે તે વૃદ્ધ થઈ ગયા છે અને હવે યાત્રા નથી કરી શકતા.

‘મારુ જીવન હવે કોરા કાગળ જેવુ છે'

‘મારુ જીવન હવે કોરા કાગળ જેવુ છે'

શર્માએ કહ્યુ કે તેનુ જીવન હવે કોરુ કાગળ છે અને આના પર હવે કોઈ નવી ઈબારત લખવાની છે. શર્મા 24 જાન્યુઆરીઓ 60મો જન્મદિવસ મનાવશે. તેણે કહ્યુ, ‘હવે મારુ સમગ્ર ધ્યાન પોતાના માતાપિતાની સેવા કરવા પર છે કારણકે તેમની ઉંમર વધુ થઈ ગઈ છે. તેમણે કોઈ ભૂલ વિના ઘણી મુશ્કેલીઓને સામનો કર્યો છે.'

માતાપિતાની કરવા ઈચ્છે છે સેવા

માતાપિતાની કરવા ઈચ્છે છે સેવા

પોતાના 85 વર્ષના પિતા વિશે શર્માએ કહ્યુ કે દરરોજ બેડ પર જતા પહેલા તે વિચારતા હતા કે શું જેલમાંથી આવ્યા બાદ તેને જોઈ શકશે? તેણે કહ્યુ, ‘જે કંઈ પણ થયુ તે મારા કારણે થયુ જેમાં એક જણનો જીવ જતો રહ્યો અને બીજાનું જીવન મોત જેવુ બની ગયુ. મે વિચાર્યુ કે તે વખતે (જ્યારે પત્નીની હત્યા કરી) શું થયુ અને કયા કારણે થયુ, આનો સબક મને મળી ચૂક્યો છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X