For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેશ અગ્રવાલે મોદી પર તાક્યું તીર, ચા વેચનાર દેશનો શું વિકાસ કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 નવેમ્બર: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ નરેશ અગ્રવાલે ભાજપની મજાક ઉડાવતાં નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. તેમને કહ્યું હતું કે દેશના ઇતિહાસમાં લોકસભાના સભ્યો ચૂંટવામાં આવે છે પરંતુ ભાજપ તો વડાપ્રધાનની ચૂંટણી કરાવી રહી છે. નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં તેમને કહ્યું હતું કે ચા વેચનારની રાષ્ટ્રીય વિચારસણી હોય ન શકે.

નરેશ અગ્રવાલ ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં ટ્રોમા સેન્ટરના શિલાન્યાસ માટે પહોંચ્યા હતા. અહીં તેમને નરેન્દ્ર મોદીના બેકગ્રાઉન્ડ પર મોટો સવાલ ઉઠાવ્યો હતો. તેમને કહ્યું હતું કે ચાની દુકાનથી ઉભનાર વ્યક્તિનો દ્રષ્ટિકોણ ક્યારેય રાષ્ટ્રીય હોય ન શકે. નરેન્દ્ર મોદી કહે છે કે તેમને ચાની દુકાનથી કામની શરૂઆત કરી હતી. હું તમને જણાવી દઉ કે જેમ સિપાહીને ભલે કેપ્ટન બનાવી દેવામાં આવે, પરંતુ તેની વિચારસણી સિપાહીવાળી જ રહે છે. તે પ્રમાણે ચા વેચનારની વિચારસણી રાષ્ટ્રીય સ્તરની બની ન શકે.

narendra-mdoi

તેમને કહ્યું હતું કે ગુજરાતમાં સાંપ્રદાયિકતા ફેલાવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસી ગયા પરંતુ તેમની વિચારસણી ક્યારેય રાષ્ટ્રીય હોઇ ન શકે. જો તેમને વડાપ્રધાન બનાવી દેવામાં આવે તો પણ તેમની વિચારસણી બદલાશે નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પિતાની એક ચાની દુકાન હતી. તે દુકાન પર બાળપણમાં નરેન્દ મોદી સ્કૂલમાંથી આવ્યા બાદ પોતાના પિતાની મદદ કરતા હતા. આ વાત તેમને પોતે એક ઇન્ટરવ્યુંમાં કહી હતી.

English summary
In an apparent dig at BJP's Prime Ministerial candidate Narendra Modi, Samajwadi Party leader Naresh Agarwal Wednesday said that a person who used to sell tea cannot have a national perspective.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X