''સોનિયાની ટીમ બચાવવા માગતી હતી કસાબને''

એક અંગ્રેજી સમાચારપત્રના જણાવ્યા અનુસાર આરટીઆઇ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે (NAC)ની હાલની મેમ્બર અરૂણા રોય અને પૂર્વ મેમ્બર હર્ષ મંદર પત્રકારો અને સોશિયલ એક્ટિવિસ્ટમાં સામેલ છે. જેમણે કસાબની ફાંસીની સજા માફ કરવાની માંગ કરી હતી.
આ સંબંધે જ્યારે એ અખબારે હર્ષ મંદર સાથે વાતચીત કરી તો તેમણે એક પત્ર આપ્યો. આ પત્રમાં લખ્યું હતું કે 'ભલે 26/11 મુંબઇ એટેક મામલે કસાબની ટ્રાયલ એકદમ ફેયર હતી, પરંતુ મને લાગે છે કે તેને ફાંસીની સજા લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. મે સજા માફીની વાત ન્હોતી કરી, માત્ર ફાંસીની સજા માફ કરવાની અરજી કરી હતી.'
જનતા પાર્ટીના પ્રિસિડેન્ટ સુબ્રમણ્યમ સ્વામીએ મીડિયાને આરટીઆઇ અંતર્ગત મળેતા પત્રની કોપી આપતા જણાવ્યું કે 'જે લોકોએ એક આતંકવાદીની સજા માફ કરવાની માંગ કરી, તે જ લોકો NACમાં બેસીને દેશનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે.'












Click it and Unblock the Notifications
