For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત મુદ્દે ટ્વીટ કરી તેજસ્વી યાદવે યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું

ગુજરાત મુદ્દે ટ્વીટ કરી તેજસ્વી યાદવે યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ગજરાતમાં પાછલા કેટલાક દિવસોથી ઉત્તર ભારતીયો પર થયેલ હુમલા અને પલાયનના મુદ્દે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તેજસ્વીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે મુખ્યમંત્રી સત્તા ભોગી અજય સિંહ વિષ્ટને વાંદરાઓને રમત રમાડવામાંથી નવરા થશે ત્યારે કંઈક બોલશેને.

તેજસ્વીએ નિશાન સાધ્યું

જણાવી દઈએ કે સીએમ યોગી પર પારુલ સબ્બરવાલ દ્વારા કરેલ એક રિટ્વીટમાં તેજસ્વી યાદવે લખ્યું કે અજય સિંહ વિષ્ટને વાંદરાઓને રમત રમાડવામાંથી સમય મળશે ત્યારે કંઈક બોલશેને. આગળ એમણે લખ્યું કે તેઓ કહી રહ્યા છે કે કોઈ ઘટના બની નથી. સંત-મહાત્મા અને સાધુ કંઈ નહિ તો માણસની જેમ તો જવાબ આપ્યા કરે.

અફવા પર ધ્યાન ન દોઃ યોગી આદિત્યનાથ

ગુજરાતના ઘટનાક્રમને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી. ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાછલા ત્રણ દિવસોમાં કોઈપણ અપ્રિય ઘટના બની નથી. ગુજરાત સરકાર તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે તથા તમામનું ગુજરાતમાં સન્માન છે.

પીએમ મોદી અને શાહ પર નિશાન સાધ્યું

તેજસ્વીએ પોતાના ટ્વીટમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ નિશાન સાધ્યું છે. તેજસ્વીએ કહ્યું કે ગુજરાતના લંપટ ભાજપીઓ બિહાર અને યુપીના લોકો સાથે ગુંડાગીરી કરી એમને ગુજરાતથી ભગાડી રહ્યા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને કેન્દ્ર સહિત તમામ જગ્યાએ ભાજપની સરકાર છે. શું બિહાર અને યુપીની સરકાર ગુજરાતના ગુંડઓના અત્યાચારો પર રોક ન લગાવી શકે?

શું યુપી-બિહારીઓ પરનો હુમલો પોલિટિકલ સ્ટંટ છે?શું યુપી-બિહારીઓ પરનો હુમલો પોલિટિકલ સ્ટંટ છે?

English summary
tejashwi Yadav attack on the CM Yogi adityanath on Gujarat issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X