લાલુ પ્રસાદ યાદવના પુત્રએ માંગ્યો હાર્દિક પટેલનો સાથ!

Written By:
Subscribe to Oneindia News

રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને રાંચીની વિશેષ સીબીઆઇ અદાલતે શનિવારે ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં દોષી ઠરાવ્યા હતા. એ પછી લાલુ પ્રસાદ યાદવને કોર્ટથી જ બિરસા મુંડાજેલ મોકલવામાં આવ્યા હતા. હવે જેલમાં લાલુ પ્રસાદ યાદવનું નવું નામ કેદી નંબર 3351 છે. એ પછી તેમના પુત્ર તેજસ્વી યાદવ લાલુ પ્રસાદ યાદવ માટે સમર્થન ભેગુ કરવામાં લાગેલા છે. આ માટે હવે તેઓ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે પણ હાથ લાંબો કરી રહ્યાં હોય એમ લાગી રહ્યું છે. હાલમાં જ હાર્દિક પટેલના એક ટ્વીટને તેમણે રિટ્વીટ કર્યું હતું.

Hardik patel

તેજસ્વી યાદવે હાર્દિક પટેલના ટ્વીટને રિટ્વીટ કરતાં લખ્યું હતું કે, હાર્દિકભાઇ, નફરત સામે પ્રેમનું ફાનસ સળગાવતા રહેવાનું છે. અન્યાયના અંધારા સામે પ્રકાશ ફેલાવવાનો છે. લડવાનું છે અને લડીને જીતવાનું છે. નવયુવાન છીએ, સંઘર્ષ સિવાય શું કરવાનું છે? પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરી લખ્યું હતું કે, આજે હું મારા ગામ આવ્યો છું, પરંતુ ગામમાં વીજળી જતી રહી છે એટલે મેં ફાનસ કર્યું અને અંધારું દૂર કર્યું. ખૂબ કામ આવે છે ફાનસ, આજે ખબર પડી. આ ટ્વીટ સાથે હાર્દિક પટેલે એક તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં તેમણે હાથમાં પાનસ પકડ્યું છે અને પાછળ અંધારું છે.

English summary
Tejasvi Yadav garners support for Lalu Prasad YAdav shares Hardik Patel tweet. He says we need to come togather.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.