તેલંગાના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીની કરી તરફેણ, બધા વર્ગોના વિકાસ માટે ગણાવ્યુ જરુરી
Telangana Assembly Election 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર માટે આવેલા સાંસદ રાહુલ ગાંધીએ સમાજના તમામ વર્ગોના સમાન વિકાસ માટે જાતિ ગણતરીની હિમાયત કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેલંગાણામાં સત્તામાં આવતાની સાથે જ તેમની પાર્ટી રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે.
તેલંગાણામાં કોંગ્રેસ સત્તામાં આવી રહી હોવાનો દાવો કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચૂંટણી "દોરાલુ" અને "પ્રજાલુ" (સ્વામી અને જનતા) વચ્ચેની હરીફાઈ હતી. આ સાથે રાહુલ ગાંધીએ સિંગરેનીમાં કોલસાની ખાણના કામદારો સાથે મુલાકાત કરી અને જો તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવશે તો તેમને સમર્થન આપવાની ખાતરી આપી.

રાહુલ ગાંધીએ કહ્યું કે જાતિની વસ્તી ગણતરી દર્દીના એક્સ-રે રિપોર્ટની જેમ કામ કરશે. તેનાથી સરકારને ખબર પડશે કે દેશ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આ સાથે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેલંગાણામાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે આવી રહી છે. કોંગ્રેસના બસ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાતિ ગણતરીનો આદેશ ન આપવા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે જાતિની વસ્તી ગણતરી દલિતો, આદિવાસીઓ અને અત્યંત પછાત વર્ગોની વાસ્તવિક સામાજિક સ્થિતિને જાહેર કરશે. જ્ઞાતિની વસ્તીગણતરીથી ખબર પડશે કે કેટલા લોકો કઈ જાતિના છે. વસ્તી ગણતરીના ફાયદાઓ સમજાવતા તેમણે કહ્યું કે વસ્તી ગણતરી એ નક્કી કરવાનું સરળ બનાવે છે કે કોના જીવનધોરણમાં વધુ સારા અને સંતુલિત સુધારા માટે આપણે કેટલા નાણાંનું બજેટ બનાવવું છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટકની સરકારોને જાતિ ગણતરી કરવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં ટૂંક સમયમાં જાતિ ગણતરી શરૂ થશે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે જાતિની વસ્તી ગણતરી એ પણ જાહેર કરશે કે તેલંગાણાના કેટલા પૈસા "મુખ્યમંત્રીના પરિવાર" ના ખિસ્સામાં ગયા. આ સાથે તેમણે પૂછ્યું કે શું દેશમાં OBCની વસ્તી માત્ર 5 ટકા છે.
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભ્રષ્ટાચારનું તેલંગાણા મોડલ અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવી રહ્યું છે. આ સાથે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેલંગાણા સૌથી ભ્રષ્ટ રાજ્ય છે. લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી લેવાયા છે.












Click it and Unblock the Notifications
