For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગણા મુદ્દે સાત કોંગ્રેસી સાંસદ આજે આપશે રાજીનામું

By Super
|
Google Oneindia Gujarati News

congress
હૈદરાબાદ, 29 જાન્યુઆરીઃ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આપેલી સમય અવધી પૂર્ણ થયા બાદ તેલંગણા મુદ્દે બબાલ શરૂ થઇ ગઇ છે. સોમવારે હૈદરાબાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઇ. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોતાની જ સરકારથી નારાજ સાત કોંગ્રેસી સાંસદે આજે સોનિયને રાજીનામું સોંપી શકે છે. આ કોંગ્રેસી સાંસદ આજે તેલંગણા સમર્થક નેતાઓ સાથે મુલાકાત કરવાના છે, બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું છે કે તેલંગણા પર નિર્ણય લેવા અંગે તેને થોડોક વધારે સમય જોઇએ.

હૈદરાબાદમાં ઉદ્દભવેલા તણાવ વચ્ચે ઇંદ્રા પાર્ક હાલ તેલંગણા સમર્થકોનો ગઢ બની ગયો છે. આ તેલંગણા જ્વાઇન્ટ એક્શન કેમિટીના સેંકડો કાર્યકર્તાઓ હાજર છે. ટીઆરએસ એટલે કે તેલંગણા રાષ્ટ્ર સમિતિના નેતા કમિટી સાથે મળીને આગળની રણનીતિ બનાવવામાં લાગેલા છે. સરકારે આપેલી સમય અવધી પૂર્ણ થઇ ગઇ છે. તેલંગણા રાજ્ય સાથે જોડાયેલી કોઇ જાહેરાત કેન્દ્ર સરકારે કરી નથી. કમિટી ચેતવણી આપી રહી છે કે તેમનું આંદોલન વેગીલું થશે. તો ટીઆરએસએ કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યોને અપીલ કરી છે કે તે રાજીનામું આપીને આંદોલનમાં સામેલ થાય.

ટીઆરએસ ધારાસભ્ય અને નેતા હરીશ રાવના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના તેલંગણા મંત્રીઓએ રાજીનામાં આપી દેવા જોઇએ. અમે લાખો લોકો એકઠાં કરીને સૂત્રોચ્ચાર કરીશું. ચાલો વિધાનસભા, કેટલી બેઠકો થશે, અમે અમારો ગુસ્સો દર્શાવીને કોંગ્રેસને પાઠ ભણાવીશું. આંધ્ર સરકારના તમામ પ્રયત્નો છતાં પણ રસ્તાઓ પર પ્રદર્શન વેગ પકડી રહ્યું છે.

રવિવારે કોંગ્રેસ કોર કમિટીના વરિષ્ઠ સભ્યોએ મુલાકાત કરી તેલંગણા મુદ્દે થોડોક સમય માંગ્યો હતો. આ બેઠકમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે અને આંધ્ર પ્રદેશના ઇંચાર્જ ગુલામ નબી આઝાદ પણ સામેલ હતા. આ બેઠકમાં નક્કી થયું હતું કે 28 જાન્યુઆરીની ડેડલાઇનને આગળ વધારવામાં આવે.

કોંગ્રેસનું કહેવું છે કે અલગ તેલંગણા માટે હજુ આંધ્રપ્રદેશના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત અને સહમતિ બનાવવાની જરૂર છે. જો કે, કોંગ્રેસના સ્થાનિક નેતા પાર્ટીના નિર્ણયથી ઘણા નારાજ છે, પરંતુ અલગ તેલંગણાની માંગ કરનારાઓ કેન્દ્ર સરકારના આ વલણથી ગુસ્સે છે. બીજી તરફ રંગારેડ્ડીએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગૃહમંત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે પી ચિંદમબરમે ગૃહમંત્રી હતા ત્યારે તેલંગણા રાજ્યને લઇને જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું નથી. જે તેલંગણાના લોકો સાથે છેતરપિંડી છે. હાલ કોર્ટે આ મામલે પોલીને એફઆઇઆર દાખલ કરવા નિર્દેશ આપ્યા છે.

English summary
Seven of the 12 Congress MPs from Telangana have threatened to quit, even as the state government finds itself under increasing pressure from pro-Telangana activists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X