Telangana Election 2023 : તેલંગાણામાં પણ બીજેપીએ 3 સાંસદોને વિધાનસભાની ટિકીટ આપી, જાણો કોના કોના નામ?

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર ભાળી ગયેલી બીજી એક પછી એક રાજ્યોમાં હવે વર્તમાન સાંસદોને વિધાનસભા ચૂંટણી લડાવી રહી છે. આ ક્રમમાં બીજેપીએ તેલંગાણામાં પણ ત્રણ સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ 50 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી છે. આ લિસ્ટમાં બીજેપીએ તેલંગાણાના પૂર્વ પ્રમુખ બાંડી સંજય કુમાર સહિત ત્રણ લોકસભા સાંસદોને ટિકિટ આપી છે.

Telangana Election 2023

આ સિવાય બીજેપીના વિવાદાસ્પદ નેતા ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચાયુ છે અને તેને ગોશામહલ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. રાજાને ગયા વર્ષે પ્રોફેટ મોહમ્મદ પ્રત્યે કથિત અપમાનજનક ટિપ્પણી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બીજેપીએ હુઝુરાબાદથી ચૂંટણી સમિતિના વડા એટેલા રાજેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે. બાંડી સંજયને કરીમનગરથી, સોયમ બાપુ રાવને બોડથી અને ધર્મપુરી અરવિંદને કોરાતલાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, તેલંગાણામાં બીજેપીના ચાર લોકસભા સાંસદ છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કિશન રેડ્ડી પણ સાંસદ છે. જો કે તેને વિધાનસભાની ટિકીટ નથી અપાઈ.

તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે. હાલમાં રાજ્યમાં ભારત રાષ્ટ્ર સમિતિની સરકાર છે અને કે. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી છે. ચંદ્રશેખર રાવ KCR તરીકે પ્રખ્યાત છે. અહીં બીજેપી સત્તા કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X