Telangana Elections 2023: કોંગ્રેસે જાહેર કરી 16 ઉમેદવારોની ત્રીજી યાદી, જાણો કોને મળ્યો મોકો
Telangana Elections 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટી દ્વારા 16 નામોની જાહેરાત કરવામાં આવી છે. તેલંગાણામાં કોંગ્રેસે જે સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં ચેન્નુર, બાંસવાડા, સરસિલ્લા અને કામરેડ્ડી સીટોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે ચિન્નુરથી ડૉ. જી. વિવેકાનંદ, બંનેથી અદે ગજેન્દ્ર અને જુક્કલથી થોટા લક્ષ્મીકાંત રાવને ટિકિટ આપી છે. જ્યારે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને કામરેડ્ડીથી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રેવંત રેડ્ડી પણ કોડંગલથી ચૂંટણી લડી રહ્યા છે. સીએમ કેસીઆર કામરેડ્ડી અને ગજવેલ બે સીટો પરથી ચૂંટણી લડી રહ્યા છે.

આ સિવાય કોંગ્રેસે નિઝામાબાદ અર્બનથી મોહમ્મદ શબ્બીર અલીને ટિકિટ આપી છે, જ્યારે પુરુમલ્લા શ્રીનિવાસ અને સિરિસિલા કરુણા મહેન્દ્ર રેડ્ડીને કરીમનગરથી ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે નિઝામાબાદ અર્બનથી મોહમ્મદ શબ્બીર અલીને ટિકિટ આપી છે.
જ્યારે પુરુમલ્લા શ્રીનિવાસને કરીમનગરથી અને મહેન્દ્ર રેડ્ડીને સિરિસિલા કરુણાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે સુરેશ કુમાર શેટકરને નારાયણ ખેડ, નીલમ મધુ મુદિરાજને પટંચેરુ અને મેઘા રેડ્ડીને વાનપાર્ટી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી છે.
વાસ્તવમાં આ વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. જેના માટે રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર ઝડપથી ચાલી રહ્યો છે. તેલંગાણાની સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યુ છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મિઝોરમમાં સૌથી પહેલા 7 નવેમ્બરે એટલે કે આજે મતદાન થશે. આ પછી મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે. છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. રાજસ્થાનમાં 23મી નવેમ્બરે અને તેલંગાણામાં 30મી નવેમ્બરે મતદાન થશે. તમામ 5 રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
જુઓ આખી યાદી
Congress releases list of 16 candidates for the upcoming Telangana assembly elections pic.twitter.com/TYMDFvLkBY
— ANI (@ANI) November 6, 2023
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
