તેલંગાનાના નગરકૂરનૂલ જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માતમાં 7ના મોત, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
તેલંગાનામાં શુક્રવારે સાંજે હૈદરાબાદ-શ્રીશૈલમ રાષ્ટ્રીય રાજમાર્ગ પર બે કારોની જબરદસ્ત ટક્કર થઈ. આ અકસ્માતમાં 7 લોકોના મોત થઈ ગયા.
હૈદરાબાદઃ તેલંગાનામાં શુક્રવારે સાંજે એક ભીષણ માર્ગ અકસ્માત થયો જ્યાં હૈદરાબાદ-શ્રીશૈલમ રાષ્ટ્રીય રાજમાર્ગ પર બે કારોની જબરદસ્ત ટક્કર થઈ. આ અકસ્માતમાં 7 લોકોના મોતના સમાચાર છે. ટક્કર એટલી ભયાનક હતી કે કારની અંદર બેઠેલા લોકોને શબ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા. પોલિસને શંકા છે કે દૂર્ઘટના નેશનલ હાઈવે પર ફૂલ સ્પીડ અને બેદરકારીથી ગાડી ચલાવવાના કારણે થઈ છે. વળી, ઘટના પર તેલંગાનાના સીએમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને વળતરનુ એલાન કર્યુ.

પોલિસના જણાવ્યા મુજબ એક કારમાં ત્રણ લોકો સવાર થઈને શૈલમથી હૈદરાબાદ આવી રહ્યા હતા જ્યારે ચાર લોકો હૈદરાબાદથી કાર દ્વારા શ્રીશૈલમ જઈ રહ્યા હતા. આ દરમિયાન નગરકુરનૂલ જિલ્લામાં ચેન્નારામ ગેટ પાસે બંનેની ટક્કર થઈ ગઈ. જેમાં કારના ફૂરચેફૂરચા ઉડી ગયા. સાથે જ બંનેમાં સવાર 7 લોકોના મોત થઈ ગયા. ઘટના બાદ અમુક શબ તો રસ્તા પર પડેલા મળ્યા જ્યારે અમુક બંને કારની વચ્ચે ફસાઈ ગયા હતા જેને પોલિસ ટીમે બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા.
ઘટના બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે તેલંગાનાના નગરકુરનુલમાં થયેલ દૂર્ઘટનામાં સ્વજનોને ગુમાવનારા પ્રત્યે મારી સંવેદના છે. સાથે જ ઘાયલોને જલ્દી ઠીક થવાની કામના કરુ છુ. આ ઉપરાંત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાયતા કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ જ્યારે ઘાયલોને 50-50 હજાર આપવામાં આવશે. વળી, તેલંગાના સીએમઓએ ટ્વિટ કરીને લખ્યુ કે મુખ્યમંત્રી કેસીઆરે નગરકુરનૂલ જિલ્લાના અચનપેટા મત વિસ્તારમાં થયેલ ભીષણ અકસ્માત પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે. ઘટનાના સમાચાર મળ્યા બાદ તરત જ સ્થાનિક ધારાસભ્ય સાથે સીએમે વાત કરી. સાથે જ ઘાયલોને યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા.












Click it and Unblock the Notifications
