સોનિયા ગાંધીનું મંદિર બનાવડાવશે તેલંગણાના એમએલએ
હૈદરાબાદ, 13 નવેમ્બરઃ ભારતમાં કેટલાક લોકો એવા પણ હોય છે, જેમને સન્માન આપવા માટે પ્રશંસકો તેમના મંદિર બનાવડાવે છે, જેમા અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત છે. સિકંદરાબાદના એક ધારાસભ્યે કહ્યું છે કે, તેલંગાણાને એક અલગ રાજ્યનો દરરજો આપવા બદલ તે સોનિયા ગાંધીનું મંદિર બનાવડાવશે. સિંકદરાબાદ કૈંટના ધારાસભ્ય શંકર રાવે કહ્યું કે, તે પોતાના વિધાનસભા ક્ષેત્ર સિકંદરાબાદમાં સોનિયા ગાંધીનું મંદિર બનાવવાની ઘોષણા કરે છે.

નોંધનીય છે કે, આંધ્ર પ્રદેશથી અલગ તેલંગાણા રાજ્ય બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જેની ઘોષમા આગામી ચૂંટણીને જોઇને યુપીએ સરકારે કરી દીધી છે, પરંતુ હજુ બધી ઔપચારિકતાઓ પૂરી થઇ નથી. રાજ્યના કેટલાક લોકો તેના સમર્થનમાં છે તો કટેલાક તેનો વિરોધ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
