કાર્યકરોની ધરપકડ બાદ આજે તેલંગાણા બંધ

telangana-bandh
હૈદરાબાદ, 15 જૂન : અલગ તેંલંગાણા રાજ્યની માંગ કરી રહેલી તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ) અને ઉસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક સમૂહે આજે તેલંગાણા બંધનું એલાન કર્યું છે. જેના કારણે આજે સવારથી જ બસ સેવાઓ પર તેની અસર જોવા મળી રહી છે. આ બંધની અસર બજારો અને દુકાનો પર પણ જોવા મળી છે.

શુક્રવારની 'ચલો એસેમ્બ્બી' રેલી દરમિયાન તેલંગાણા સમર્થક કાર્યકર્તાઓની ધરપકડ બાદ આ બંધ બોલાવવામાં આવ્યો છે. પોલીસે શુક્રવારે તેલંગાણા સમર્થક પાર્ટીઓ દ્વારા આંધ્રપર્દેશ વિધાનસભા સુધી રેલી કાઢવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

પોલીસે ટીઆરએસ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સહિત અલગ રાજ્યની રચનાની માંગના સમર્થનમાં 1400ની સાવચેતીના પગલારૂપે અટકાયત કરી છે. આ સાથે તેમણે વિધાનસભા ભવન તરફ જતા માર્ગોને પણ બંધ કરી દીધો હતો. જો અલગ રાજ્યોની રચનાની માંગને લઇને યોજાયેલી વિરોધ રેલી શાંતિપૂર્ણ રહી હતી અને કોઇ અપ્રિય ઘટના ઘટી ન હતી.

તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)ના અધ્યક્ષ ચંદ્રશેખર રાવે આંધ્રપ્રદેશ સરકાર પર તેલંગાણા આંદોલનને કચરી દેવાનો આરોપ લગાવતા તેલંગાણા ક્ષેત્રમાં બંધનું આહ્વાન કર્યું હતું. તેલંગાણા આંદોલનના પ્રબળ સમર્થક ભાકપાએ બંધના ટીઆરએસના એલાનથી પોતાને અલગ રાખ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X