Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શાહરૂખ, સચિન વેબ પર સૌથી વધુ પસંદ : ટાઇમ મેગેઝીન

ન્યુયોર્ક, 28 મે : વિશ્વભરમાં જાણીતા મેગેઝીન 'ટાઇમ'ની યાદી અનુસાર ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકર અને બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન દુનિયાની 100 સૌથી વધારે પસંદ કરવામાં આવતી વ્યક્તિઓમાં સામેલ છે.

સૌથી વધારે પસંદ કરવામાં આવતી વ્યક્તિઓમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ ટોચના સ્થાન પર છે. જેમને 65.6 અંક મળ્યા છે. બીજા સ્થાને અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બરાક તેમાં 45.3 આંક ધરાવે છે.

shahrukh-sachin

જો કે તેંદુલકર આ યાદીમાં 68મા સ્થાને છે. તેમને 23.98 આંક મળ્યા છે. જ્યારે શાહરૂખ ખાન 22.07 આંક સાથે 99મા ક્રમે છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ 98મા ક્રમે છે. જ્યારે કોલંબિયન પોપ સ્ટાર શકીરા 24.03 આંક સાથે તેંદુલકરથી એક સ્થાન ઉપર એટલે કે 67મા સ્થાને છે.

જ્યારે મશહૂર પોપસ્ટાર મેડોના આ યાદીમાં ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે પોપસ્ટાર બિયોન્સે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન 27મા ક્રમે, સર્બિયન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ 61મા ક્રમે, ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા 72મા ક્રમે, ફોર્મ્યુલા વન રેસર માઇકલ શૂમાકર 77 મા ક્રમે અને ટૉક શૉ હોસ્ટ ઓપ્રા વિન્ફ્રે 95 મા ક્રમે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X