Video: કરોળિયાએ જાળું બનાવવા માટે મહિલાનો કાન પસંદ કર્યો....
બેંગલુરુમાં એક મહિલાના કાનમાંથી નીકળ્યો જીવતો કરોળિયો, કાનમાં તેણે બનાવ્યું હતું જાળું. મનાય નહીં તો જુઓ આ વીડિયો
ખરેખરમાં આ વીડિયો ચતરી ચઢે તેવો છે તેમ છતાં અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયોને જોઇ ચૂક્યા છે. અને જેટલા લોકોએ આ વીડિયોને જોયો છે તે લોકો હજી પણ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા કે તેમણે જે જોયું છે તેવું ખરેખરમાં હોય? કર્ણાટકના આઇટી સીટી બેંગલૂરુમાં આવું જ કંઇક હકીકતમાં થયું છે. માથા અને કાનમાં દુખાવાની ફરિયાદ લઇને આવેલી મહિલાના કાનમાંથી કંઇક તેવું નીકળ્યું જે જોઇને ડોક્ટર પર આશ્ચર્ય ચકિત થઇ ગયા. ડોક્ટરે જ આનો વીડિયો બનાવ્યો અને હાલ આ વીડિયો સોશ્યલ મીડિયાથી માંડીને તમામ જગ્યાએ વાયરલ થઇ ગયો છે. અને મોટી સંખ્યામાં લોકો તેને જોઇ ચૂક્યા છે.
બેંગલૂરુમાં રહેતી એલ. લક્ષ્મીને કાનમાં જોરદારનો દુખાવો થતો હતો માથા પણ તેને દુખાવો થતો હતો તે પછી તે હોસ્પિટલ પહોંચી અને ડોક્ટરે તપાસ કરી તો જોયું કે તેના કાનમાં જીવતો કરોળિયો છે. અને તે જાતે ચાલીને પાછળથી કાનની બહાર પણ આવી ગયો. આઠ પગ વાળો અને ચાર આંખો વાળો આ કરોળિયો જોઇને ડોક્ટરને પણ એક સેકન્ડ માટે ચિતરી ચડી હશે. 9 જૂને અપલોડ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 742,787 લોકો જોઇ ચૂક્યા છે. તો તમે પણ જુઓ આ ડરામણો વીડિયો અહીં....