નવા આતંકી સંગઠનના હિટ લીસ્ટમાં છે ભાજપ - કોંગ્રેસના નેતા

આતંકનું આ એલર્ટ બાંગ્લાદેશને ગુલાબી ગ્રુપ તરફથી મોકલવામાં આવેલી ચિઠ્ઠીના પગલે જારી કરવામાં આવ્યું છે. જીજીએમએફ તરફથી મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતના એ મુસ્લીમ નેતાઓથી ખફા છે, જેમણે સંસદમાં બર્માની હિંસાનો મુદ્દો ઉઠાવ્યો અને હિંસાને રોકવા માટે કોઇ વાત ના કરી.
આતંકિઓની ચીઠ્ઠીમાં કહેવાયું છે કે આવા નેતા પોતાના અને પોતાની પાર્ટીના ફાયદા માટે રાજનીતિ કરે છે. જીજીએમએફની ચિઠ્ઠીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતા ધર્મનિરપેક્ષતાનો માત્ર દેખાડો કરે છે.












Click it and Unblock the Notifications
