For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 ઓગસ્ટે મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર, ખુફિયા રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

સુરક્ષા એજન્સીઓ પાસેથી સમાચાર મળ્યા છે કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી સુરક્ષા પ્રતિષ્ઠાનો, અગ્રણી ચોકીઓ વગેરે પર હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જ્યારે પણ દેશમાં કોઈ મોટો તહેવાર આવે એટલે પાકિસ્તાન નવુ આતંકવાદી આયોજન શરૂ કરી દે છે. હવે સુરક્ષા એજન્સીઓ પાસેથી સમાચાર મળ્યા છે કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી સુરક્ષા પ્રતિષ્ઠાનો, અગ્રણી ચોકીઓ વગેરે પર હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. આના માટે દેશમાં હથિયાર અને દારૂગોળો પણ મોકલવામાં આવી રહ્યો છે. જો કે મામલાની ગંભીરતાને જોતા સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ એલર્ટ પર હતી પરંતુ હવે સાવચેતી વધુ કડક બનાવી દેવામાં આવી છે.

alert

સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવેલ ખુફિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સહિત ઘણા આતંકી સંગઠન 15 ઓગસ્ટના મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા છે. આના કારણે કાશ્મીરથી લઈને દિલ્લી સુધી સુરક્ષા એજન્સીઓએ છેલ્લા અમુક સપ્તાહથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ખુફિયા ઈનપુટમાં સીમા પારથી હથિયાર અને દારૂગોળો મોકલવાની પણ વાત કહેવામાં આવી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ ચાર મહત્વપૂર્ણ ખુફિયા રિપોર્ટ આવ્યા છે જેમાં લશ્કર, જૈશનો ઉલ્લેખ છે. બધામાં આતંકવાદી હુમલા અને ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીની ચેતવણી આપવામાં આવી છે.

1- સૌથી પહેલા ખુફિયા ઈનપુટમાં કહેવામાં આવ્યુ કે આતંકવાદી 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ સમારંભ માટે હુમલાની યોજના બનાવી રહ્યા છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા અમુક મહિનાઓથી ઘણા ડ્રોન ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા જે દારૂગોળો લઈને આવી રહ્યા હતા. ઈન્ટેલમાં આગળ કહેવામાં આવ્યુ કે દેશમાં એક વિશેષ પ્રકારની આઈઈડીની આપૂર્તિ કરવામાં આવી છે જેનો ઉપયોગ સાર્વજનિક સ્થળોએ વિસ્ફોટો માટે કરવામાં આવી શકે છે. જોખમને જોતા જીઆરપી, સ્થાનિક પોલિસ, અર્ધસૈનિક દળો અને રાજ્યની ખુફિયા એજન્સીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

2- આતંકી કમાંડર મોહમ્મદ સાદિકના નેતૃત્વમાં છ લશ્કરી આતંકી વર્તમાનમાં પાક અધિકૃત કાશ્મીર(પીઓકે)ના કોટિલમાં છે. તેનો હેતુ ઘૂસણખોરી કરીને સુરક્ષા છાવણીઓને નિશાન બનાવવાનો છે.

3- જૈશના પાંચ આતંકવાદી બાલાકોટમાં અડ્ડો જમાવ્યો છે તેમનો હેતુ આઈઈડી બ્લાસ્ટનો છે.

4- લશ્કરના ચાર આતંકવાદી ઘૂસખખોરીની યોજના બનાવી રહ્યા છે. અત્યારે તે પીઓકેના ટુંડવાલા વન ક્ષેત્રમાં છે. તેમની કાશ્મીરમાં ઘૂસણખોરીની યોજના છે.

English summary
Terrorist attacks planning on 15 August, Security agencies alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X