જમ્મુ કાશ્મીરના સોપોરમાં સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ હુમલો

જમ્મુ કાશ્મીરના બારામૂલામાં આવેલા સોપોરમાં આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરના બારામૂલામાં આવેલા સોપોરમાં આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ચાર જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોના ઉપચાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેની સ્થિતિમાં સુધાર છે. આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યું છે અને આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં એક નાગરિકના ઘાયલ હોવાની પણ માહિતી આવી રહી છે.

jammu kashmir

સોપોર એસએસપી જાવેદ ઇકબાલ ઘ્વારા જાણકારી આપવામાં આવી છે કે આતંકીઓએ સંગ્રામા ચોક પર સીઆરપીએફ પાર્ટી પર હુમલો કર્યો છે. આપને જણાવી દઈએ કે આ હુમલો તેવા સમયે કરવામાં આવ્યો જયારે સાઉથ કાશ્મીર પુલવામાં સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ઘ્વારા સૌથી મોટું સર્ચ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં સેનાએ 20 ગામોને ઘેર્યા છે. સેના સાથે સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ કમાન્ડો રવિવાર રાતથી ગામોમાં ડેરો જમાવી બેઠા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X