For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર કર્યુ ફાયરિંગ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકવાદીઓ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકવાદીઓ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો છે. કાશ્મીર ઝોન પોલિસે આ ઘટનાની માહિતી આપીને જણાવ્યુ કે આતંકવાદીઓએ બારામૂલના ચેરદારીમાં સેના અને પોલિસ પર ફાયરિંગ કર્યુ. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ જવાબી હુમલો કર્યો અને વધુ એક આતંકવાદીને ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકીની ઓળખ થઈ રહી છે. આતંકવાદી પાસેથી એક પિસ્તોલ, એક લોડેડ મેગ્ઝીન અને પાક ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે માર્યો ગયેલો આતંકવાદી કુલગામ જિલ્લાનો છે. જેની ઓળખ જાવેદ આહવાની તરીકે થઈ છે. જાવેદે બિહારના 2 મજૂરોની હત્યા કરી હતી. તેને બારામૂલામાં એક દુકાનદારને મારવાના મિશન પર મોકલવામાં આવ્યો હતો.

army

નોંધનીય વાત છે કે આતંકવાદી છેલ્લા અમુક દિવસોથી ઘાટીમાં સામાન્ય નાગરિકોને પોતાનો નિશાન બનાવી રહ્યો છે. આતંકવાદીઓએ તબક્કાવાર રીતે ઘણા સામાન્ય નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. છેલ્લા અમુક દિવસોમાં લગભગ 11 લોકોની હત્યા કરવામાં આવી છે. આતંકવાદીઓએ આ કાયર હરકત કર્યા બાદ સુરક્ષાકર્મીઓને આ હત્યાઓમાં શામેલ આંતકવાદીઓ સામે મિશન શરૂ કર્યુ છે. આ વર્ષે સેનાએ 67 એનકાઉન્ટરમાં 132 આતંકવાદીઓને અત્યાર સુધીમાં ઠાર માર્યા છે. હજુ પણ સુરક્ષાકર્મીઓનુ આતંકવાદી સામે ઑપરેશન ચાલુ છે.

English summary
Terrorists opened fired on security personnel in Baramulla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X