આતંકીઓએ ગોળી મારી કરી પોલીસકર્મીની હત્યા, દીકરીની હાલત ગંભીર
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક પોલીસકર્મીના ઘરની બહાર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘાયલ પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે તેમની પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
નવી દિલ્હી, 24 મે : જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક પોલીસકર્મીના ઘરની બહાર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘાયલ પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે તેમની પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આવા સમયે જમ્મુ પોલીસ ઘટનાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે.

આતંકવાદીઓના હુમલા બાદ ઘાયલ પોલીસકર્મી અને તેની પુત્રીને SKIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા પોલીસકર્મીનું મોત થયું હતું. શહિદ પોલીસકર્મીની ઓળખ મલિક સાહિબ સૌરાના રહેવાસી મોહમ્મદ સૈયદ કાદરીના પુત્ર સૈફુલ્લાહ કાદરી તરીકે થઈ છે. આ ઘટના બાદ, જમ્મુ કાશ્મીર પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે.
મંગળવારના રોજ જ્યારે આતંકીઓએ આ હુમલો કર્યો ત્યારે સૈફુલ્લાહ અને તેની પુત્રી તેમના ઘરની બહાર હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, સૈફુલ્લીની પુત્રી પણ ગંભીર રીતે ઘાયલ છે. હુમલા બાદ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં સૈફુલ્લાહનું મોત થયું હતું. જ્યારે તેની પુત્રીની સારવાર ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
