For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાકરે FB વિવાદ : શિવ સેનાએ પાલઘર બંધ કરાવ્યું

|
Google Oneindia Gujarati News

palghar-bandh
મુંબઇ, 28 નવેમ્બર : શિવ સેના સુપ્રીમો સ્વ. બાલા સાહેબ ઠાકેરના નિધન બાદ શિવ સેના તેનો મિજાજ ગુમાવી દેશે એવી અટકળોને ખોટી પાડતા આજે શિવ સેનાએ પોતાના તાકાતનો પરચો બતાવી દીધો છે. ઠાકરેના નિધનના માનમાં બંધ મુદ્દે પાલઘરની યુવતીઓએ કરેલી કમેન્ટના મુદ્દે શિવ સૈનિકોએ આજે પાલઘર બંધ કરાવ્યું છે.

ફેસબૂક પર કમેન્ટ કરનારી બે યુવતીઓની ધરપકડ કરનારા બે પોલીસ અધિકારીઓને બરતરફ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરતા શિવ સેનાએ આજે પાલઘરમાં સંપૂર્ણ બંધ કરાવ્યો છે.

કોંકણ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ સુખવિંદર સિંહે બે યુવતીઓની ધરપકડ કરવાની કાર્યવાહીને અયોગ્ય પગલું ગણાવ્યું છે. જેના પગલે એસપી રવિન્દ્ર સેન્ગાવકર અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીકાંત પિંગલેને બરતરફ કરી તેમની સામે વિપાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર આર પાટિલે ખાતરી આપી હતી કે બંને પોલીસ અધિકારીઓ સામે શક્ય તેટલા ઓછા સમયમાં તપાસ કાર્યવાહી પૂરી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે એડિશનલ એસપી સંગ્રામ નિશાન્દરને લેખિતમાં સૂચના આપવામાં આવી છે.

પાટિલે જણાવ્યું કે "બંને યુવતીઓ સામે ખોટી કલમ લગાવવામાં આવી હતી. તેમની સાથે અતિકડક પગલાં લેવાની જરૂર ન હતી. આ કેસમાં પોલીસ અધિકારીઓ સામે કયા આરોપો લગાવી શકાય તેની તપાસ કરાવવામાં આવશે."

ઉલ્લેખનીય છે કે અગાઉ બોમ્બે હાઇકોર્ટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર જી બાગડેની બદલી કરી છે. બાગડેએ શાહીન ધડા અન રેણુ શ્રીનિવાસનને કસ્ટડી અને જામીન આપ્યા હતા. બંને યુવતીઓની 18 નવેમ્બરના બંધ સંદર્ભે ફેસબૂક પર કરવામાં આવેલી કમેન્ટ બાદ ધરપકડ કરવામાં આવી હતી. બંને યુવતીઓ પાલઘર વિસ્તારમાં રહે છે.

English summary
Thackeray FB row : Shiv Sena shows power shuts palghar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X