For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં ન મળ્યુ કામ તો અભિનેત્રીઓએ શરૂ કરી દીધી વેશ્યાવૃત્તિ, એક રાતની કિંમત હતી 2 લાખ રૂપિયા

લૉકડાઉનમાં કામ ન મળવાના કારણે બે અભિનેત્રીઓ દેહ વ્યાપારના ધંધામાં જતી રહી.

|
Google Oneindia Gujarati News

ઠાણેઃ કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં લાગુ લૉકડાઉને લોકોને મોટાપાયે આર્થિક રીતે પ્રભાવિત કર્યા છે. ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. જ્યારે ઘણા લોકો ઓછી સેલેરીમાં નોકરી કરવા માટે મજબૂર છે. આ 'મજબૂરી'માં અમુક લોકો એવા કામ પણ કરી રહ્યા છે જે ગેરકાયદે છે. લૉકડાઉનમાં કામ ન મળવાના કારણે બે અભિનેત્રીઓ દેહ વ્યાપારના ધંધામાં જતી રહી. મુંબઈ પાસે ઠાણેમાં ક્રાઈમ બ્રાંચની ટીમે પાચપાખડી સ્થિત એક અપાર્ટમેન્ટમાં રેડ પાડીને આ રેકેટનો પર્દાફાશ કર્યો. પોલિસે આ ધંધામાં શામેલ બે અભિનેત્રીઓ, બે મહિલા દલાલ અને એક પુરુષ દલાલ સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

પોલિસથી બચવા માટે મુંબઈથી ઠાણે આવીને વેશ્યાવૃત્તિ કરી રહી હતી અભિનેત્રીઓ

પોલિસથી બચવા માટે મુંબઈથી ઠાણે આવીને વેશ્યાવૃત્તિ કરી રહી હતી અભિનેત્રીઓ

ક્રાઈમ બ્રાંચના એક ઉપરી અધિકારીએ જણાવ્યુ કે ગુપ્ત સૂચનાના આધારે યુનિટ-1ની ટીમે અપાર્ટમેન્ટ પર રેડ પાડી અને પાંચેની ધરપકડ કરી. અધિકારીએ જણાવ્યુ કે બંને અભિનેત્રીઓ મુંબઈની રહેવાસી છે અને એક મોટા દેહ વેપાર રેકેટના એક મોટા એજન્ટના સંપર્કમાં હતી. તેણે પોલિસથી બચવા માટે ઠાણેને પોતાનો અડ્ડો બનાવ્યો હતો. અહીંથી તે આખા મહારાષ્ટ્ર, દિલ્લી, હૈદરાબાદ, ભોપાલ અને યુપીમાં છોકરીઓ મોકલતા હતા.

એક રાતની કિંમત હતી 2 લાખ

એક રાતની કિંમત હતી 2 લાખ

પોલિસે નકલી ગ્રાહક બનીને દલાલને ફોન કર્યો. ફોન પર એક રાતની કિંમત 2 લાખ રૂપિયા માંગવામાં આવી. વાત કરવા પર સોદો 1 લાખ 80 હજાર રૂપિયામાં નક્કી થયો. જણાવેલા સમય પર બંને અભિનેત્રીઓ ઠાણેની પાચપાખડી વિસ્તારની નટરાજ સોસાયટીમાં આવી. બરાબર એ જ સમયે ક્રાઈમ બ્રાંચની ટીમે તેમને પકડ્યા અને અપાર્ટમેન્ટના ફ્લેટ પર રેડ પાડી દીધી. અહીંથી બંને મહિલા દલાલ અને એક પુરુષ દલાલની પણ પોલિસે ધરપકડ કરી દીધી.

લૉકડાઉનમાં કામ ન મળવાના કારણે અભિનેત્રીઓએ શરૂ કરી હતી વેશ્યાવૃત્તિ

લૉકડાઉનમાં કામ ન મળવાના કારણે અભિનેત્રીઓએ શરૂ કરી હતી વેશ્યાવૃત્તિ

આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચ પોલિસ જ કરશે. પૂછપરછમાં બંને અભિનેત્રીઓએ જણાવ્યુ કે લૉકડાઉનમાં તેમની પાસે કામ નહોતુ. એવામાં પૈસાની તંગીમાંથી બહાર નીકળવા માટે તેમણે આ વ્યવસાયને અપનાવી લીધો. ઉલ્લેખનીય છે કે લૉકડાઉનના કારણે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ઠપ્પ છે એવામાં કલાકારો પાસે કામની કમી છે.

English summary
Thane police raid in residential area and busted a prostitution racket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X