For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાઉડ સ્પીકર વગાડવાને કારણે વિવાદ, મંદિરમાં તોડફોડ

ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના રોહનિયા ગામમાં લાઉડ સ્પીકર વગાડવાને કારણે વિવાદ થયો અને ત્યારપછી મંદિરમાં તોડફોડ કરવાની ઘટના પણ સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના રોહનિયા ગામમાં લાઉડ સ્પીકર વગાડવાને કારણે વિવાદ થયો અને ત્યારપછી મંદિરમાં તોડફોડ કરવાની ઘટના પણ સામે આવી છે. આ મામલે પોલીસે કેસ નોંધી, અત્યારસુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પરંતુ ગામમાં તણાવની સ્થિતિને જોતા ભારે સંખ્યામાં પોલીસબલ ગોઠવી દેવામાં આવ્યું છે.

loud speaker

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના પીલીભીતના બિસલપુર ક્ષેત્રના રોહનિયા ગામની છે. અહીં ધાર્મિક સ્થળ પર મંગળવારે સાંજે લાઉડ સ્પીકર પર ભજન ચાલી રહ્યું હતું, જેને કારણે બીજા સમુદાયના 5 લોકો રાત્રે લગભગ 8 વાગ્યે ત્યાં પહોંચ્યા અને લાઇડ સ્પીકર બંધ કરવા માટે કહ્યું. પૂજારી રામપ્રસાદે ના પાડી ત્યારે તેમની પીટાઈ કરી નાખી. લાઇડ સ્પીકર તોડી નાખ્યું અને મંદિરની મૂર્તિઓ ખંડિત કરી દીધી.

આ પણ વાંચો: ભાજપ નેતાઓની ઑડિયો ટેપ લીક, નિતિન ગડકરી માટે કહ્યા અપશબ્દો

આ ઘટનાને કારણે ગામમાં તણાવ વધી ગયો છે. રાત્રે જ એસડીએમ સૌરભ દુબે, સીઓ પ્રવીણ મલિક પોલીસ ફોર્સ સાથે પહોંચ્યા અને આખો મામલો શાંત કરાવ્યો. પોલીસે સૌરભ શુકલાની ફરિયાદ પર મેહબૂબ, મોનિશ, ઈઝરાઈલ, આઝાદ અને અલાનુર વિરુદ્ધ સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવવા, મારપીર, ધમકાવવાના ગંભીર આરોપમાં અલગ અલગ ધારાઓમાં રિપોર્ટ નોંધ્યો છે. તેની સાથે ગામમાં તણાવની સ્થિતિને જોતા વધારે સંખ્યામાં પોલીસબલ ગોઠવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ પુલવામા એનકાઉન્ટરમાં અત્યાર સુધી 4 આતંકી ઠાર, આતંકી બનેલો જવાન પણ ઠાર કરાયો

English summary
The controversy over the loud speaker playing in Temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X