For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદારાબાદમાં બન્યું ભારતનું પહેલુ ડોગ પાર્ક

હૈદરાબાદમાં ભારતનું પહેલું ડોગ પાર્ક બની ગયું

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ ગાર્ડનમાં લોકોને પોતાના ડોગી સાથે લટાર મારતા જોયા હશે, પણ હવે તમે ગાર્ડનમાં જાઓ અને ત્યાં કોઈપણ ડોગ જોવા ન મળે તો નવાઈ નહીં. કેમ કે હૈદરાબાદમાં ભારતનું પહેલું ડોગ પાર્ક બની ગયું છે. હૈદરાબાદના કોંડાપુર ખાતે હોટલ રેડિસનની બાજુમાં આ પાર્ક બનાવવામાં આવ્યો છે.

ડોગ પાર્ક

ડોગ પાર્ક

ડોગ લવર્સ માટે ગુડ ન્યૂઝ છે. આ સમાચાર દરેક પ્રાણી પ્રેમીને ખુશ કરી દે તેવા છે. દેશના પહેલા પેટ પાર્કનું તેલંગણા સરકાર ઉદ્ઘાટન કરશે. અહીં જાણો આ ડોગ પાર્કમાં કેવી-કેવી સુવિધાઓ આપવામાં આવી છે.

પાર્કમાં છે આવી સુવિધા

પાર્કમાં છે આવી સુવિધા

આ પાર્કમાં નાના અને મોટા કુતરાઓ માટે અલગ કેનલ્સ, ટ્રેનિંગના સાધનો, સ્પ્લેશ પૂલ, એમ્ફીથિયેટર સહિતના જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. જણાવી દઈએ કે નાના ડમ્પિંગ સાઈટને 1.1 કરોડના ખર્ચે ડોગ પાર્કમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે જેનું એક અઠવાડિયામાં ઉદ્ઘાટન થનાર છે.

ડોગ માટે ટ્રેનિંગ

ડોગ માટે ટ્રેનિંગ

GHMC ઝોનલ કમિશનર ડી. હરિચંદન મુજબ કુતરાઓ ફીટ રહી શકે તે ઉદ્દેશ્ય સાથે તેમને ટ્રેનિંગ આપવા માટે પાર્ક બનાવવામાં આવ્યું. કુતરાઓ સંબંધી સમસ્યાઓ જણાવી શકાય તે માટે પણ આ પાર્ક સેટઅપ કરવામાં આવ્યું છે.

પેટ ઇન્ટરેક્શન

પેટ ઇન્ટરેક્શન

નેકલેસ રોડ પર પહેલેથી જ એક ડોગ પાર્ક આવેલું છે જ્યાં લોકો પેટ ઈન્ટરેક્શન માટે પોતાના કુતરાઓને લઈ જતા હોય છે. પરંતુ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને કંદનપુરમાં બનાવેલ આ ડોગ પાર્ક ભારતના પહેલા પેટ પાર્ક તરીકે જાણીતું થયું છે. આ પણ વાંચો-મેહુલ ચોક્સીએ વીડિયો જાહેર કર્યો, કહ્યું બધા આરોપો ખોટા છે

English summary
The country got its first ever Dog Park, which was launched in Hyderabad near Hotel Radisson at Kondapur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X