ચૂંટણી દરમિયાન cVIGIL એપ તમારી મદદ કરશે, EC અધિકારીઓ ફરિયાદ મળતા 100 મિનિટમાં પહોંચશે!
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ આજે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ cVIGIL એપનો ઉલ્લેખ કર્યો, જેના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હી, 08 જાન્યુઆરી : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ આજે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ cVIGIL એપનો ઉલ્લેખ કર્યો, જેના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો એપ વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે અને તે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેમજ એપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જાણવા માંગે છે.. આજે અમે તમારા આ બધા સવાલોના જવાબ આપવાના છીએ.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં CEC સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે, આચાર સંહિતા, ભંડોળના વિતરણ અને મફત ગિફ્ટના ઉલ્લંઘનની કોઈપણ ઘટનાની જાણ કરવા માટે મતદારોને વિનંતી કરવામાં આવે છે. આ માટે મતદાતાઓએ cVigil એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં ફરીયાદ મળતા ચૂંટણી પંચના અધિકારીઓ ફરિયાદની 100 મિનિટમાં ગુનાના સ્થળે પહોંચી જશે અને ઉમેદવાર અને પક્ષ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
cVigil એપ અત્યારે ફક્ત એન્ડ્રોઈડ ફોન પર જ ઈન્સ્ટોલ કરી શકાય છે, તે ભવિષ્યમાં અન્ય ઓપરેટરો પર લોન્ચ થવાની શક્યતા છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નાગરિકો રિટર્નિંગ ઓફિસરની ઓફિસની મુલાકાત લીધા વિના પણ મિનિટોમાં રાજકીય ગેરવર્તણૂકની ઘટનાઓની તાત્કાલિક જાણ કરી શકે છે. આ એપ્લિકેશન જાગૃત નાગરિકોને જિલ્લા કંટ્રોલ રૂમ, રિટર્નિંગ ઓફિસર અને ફિલ્ડ યુનિટ (ફ્લાઈંગ સ્કવોડ) સાથે સીધા જ જોડાયેલા રાખે છે. ફરિયાદ નોંધતા પહેલા આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિનો માત્ર એક ફોટો અથવા 2 મિનિટનો વિડિયો બનાવો અને તેનું સંક્ષિપ્ત વર્ણન આપો.
એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો?
- તમારા વિસ્તારમાં થઈ રહેલા ચૂંટણી નિયમોના ઉલ્લંઘનની જાણ કરવા માટે તમારે ફક્ત ફોન પરથી તેનો ફોટો અથવા 2 મિનિટનો વીડિયો રેકોર્ડ કરવાનો છે.
-આ પછી લોકેશન સાથેનો ફોટો કે વીડિયો એપ પર અપલોડ કરવાનો રહેશે.
-તેના સફળ સબમિશન પછી નાગરિકને તેને ટ્રૅક કરવા અને તેના મોબાઇલ પર અપડેટ્સ મેળવવા માટે એક યુનિક ID મળે છે.
-નાગરિક ફરિયાદ નોંધ્યા પછી માહિતી જિલ્લા કંટ્રોલ રૂમમાં આવે છે, જ્યાંથી તેને ફિલ્ડ યુનિટને સોંપવામાં આવે છે.
-cVIGIL એપ્લિકેશનનો ઉપયોગ ફક્ત તે રાજ્યોની ભૌગોલિક મર્યાદામાં જ થઈ શકે છે, જ્યાં ચૂંટણીઓ યોજાઈ રહી છે.












Click it and Unblock the Notifications
