જેએનયુ છાત્ર ઉમર ખાલિદ પર હુમલા કેસમાં બે ની ધરપકડ, ગૌરક્ષક સંગઠનથી જોડાયેલા
જેએનયુ છાત્ર નેતા ઉમર ખાલિદ પર હુમલો કરનારા બે હુમલાખોરોની દિલ્હી પોલિસે ધરપકડ કરી છે.
જેએનયુ છાત્ર નેતા ઉમર ખાલિદ પર હુમલો કરનારા બે હુમલાખોરોની દિલ્હી પોલિસે ધરપકડ કરી છે. બંને હુમલાખોરો પોતાને ગૌરક્ષણ ગણાવે છે. તમને જણાવી દઈએ કે 13 ઓગસ્ટના રોજ દિલ્હીની કોન્સ્ટીટ્યુશન ક્લબની બહાર ઉમર ખાલિદ પર જાનલેવા હુમલો થયો હતો. આ બંને આરોપીઓએ વૉટ્સએપ પર એક વીડિયો જાહેર કરીને ઉમર પર હુમલાની જવાબદારી લીધી હતી. હાલમાં પોલિસ બંને યુવકોની પૂછપરછ કરી રહી છે.

એક પિસ્તોલ પણ મળી આવી જેમાં 6 જીવતા કારતૂસ હતા
આ પહેલા દિલ્હી પોલિસે હુમલો કરનાર વ્યક્તિના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા હતા જેમા શંકાસ્પદ વ્યક્તિ કોન્સ્ટીટ્યુશન ક્લબ પાસે વિઠ્ઠલભાઈ માર્ગ પર ભાગતો દેખાતો હતો. તમને જણાવી દઈએ કે કોન્સ્ટીટ્યુશન ક્લબ બહાર જ્યાં હુમલો થયો હતો ત્યાંથી પોલિસને એક પિસ્તોલ પણ મળી આવી હતી જેમાં 6 જીવતા કારતૂસ હતા.

ખાલિદે જણાવ્યુ કેવી રીતે થયો હતો હુમલો
પોતાના પર થયેલા હુમલા વિશે મીડિયાને જાણકારી આપતા ખાલિદે કહ્યુ હતુ કે તે હાલમાં ‘યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટ' નામથી ચાલી રહેલા અભિયાન સાથે જોડાયેલો છે અને આના જ એક કાર્યક્રમમાં શામેલ થવા માટે તે કોન્સ્ટીટ્યુશન ક્લબ પહોંચ્યો હતો. આ કાર્યક્રમ 2.30 વાગે હતો પરંતુ તે થોડો જલ્દી પહોંચી ગયો હતો એટલા માટે તે પોતાના દોસ્તો સાથે ચા પીવા માટે ક્લબની બહાર ગયો હતો. તે જ્યારે ચા પીને પાછો આવી રહ્યો હતો ત્યારે એક અજ્ઞાત વ્યક્તિએ પાછળથી તેના પર હુમલો કર્યો હતો.
તે વ્યક્તિએ મારા પર પિસ્તોલ તાકી દીધી
હું નીચે પડી ગયો, તે વ્યક્તિએ મારા પર પિસ્તોલ તાકી દીધી હતી પરંતુ મારા દોસ્તોએ પાછળથી તેને પકડવાની કોશિશ કરી, આ અફડાતફડીમાં ગોળી ચાલી ગઈ પરંતુ તે મને વાગી નહિ અને તે વ્યક્તિ ભાગી ગયો. આ ઘટના બાદ પોલિસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાંથી એક પિસ્તોલ કબ્જે કરી જેમાં 6 જીવતા કારતૂસ હતા.

શેહલા રશીદ શોરાને મળી હતી ધમકી
ઉમર ખાલિદ પર થયેલા હુમલાના બીજા દિવસે લેફ્ટ તેમજ સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ શેહલા રશીદ શોરાને માફિયા ડૉન રવિ પૂજારી તરફથી મોઢુ બંધ રાખવાની ધમકી મળી હતી જેની ફરિયાદ શેહલાએ પોલિસમાં નોંધાવી હતી.
ઉમર ખાલિદે હાલમાં જ જેએનયુમાંથી પીએચડી પૂર્ણ કરી
ઉલ્લેખનીય છે કે ઉમર ખાલિદે હાલમાં જ જેએનયુમાંથી પીએચડી પૂર્ણ કરી છે. જે ભાજપ અને દક્ષિણપંથી સંગઠનોનો આકરો વિરોધ કરતા આવ્યા છે.












Click it and Unblock the Notifications
