TMC સાંસદ અભિષેક બેનર્જીને ઇડીએ મોકલ્યું ત્રીજુ સમન, 21 તારીખે થવુ પડશે હાજર
TMC સાંસદ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને કોલસા દાણચોરી કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 સપ્ટેમ્બરે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ ત્રીજી વખત છે જ્યારે અભિષ
TMC સાંસદ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને કોલસા દાણચોરી કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 સપ્ટેમ્બરે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ ત્રીજી વખત છે જ્યારે અભિષેક બેનર્જીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અભિષેક બેનર્જીની સોમવારે ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર TMC સાંસદને બુધવારે પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા ન હતા. જો સૂત્રોનું માનીએ તો, અભિષેક બેનર્જી અને તેની પત્ની રૂજીરાની પૂછપરછ કરવા માટે ટૂંક સમયમાં જ એક નવું સમન જારી કરવામાં આવી શકે છે.

સોમવારે 8 કલાક કરાઇ પુછપરછ
આ પહેલા સોમવારે અભિષેક બેનર્જી પૂછપરછ માટે ED ની ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓએ તેમની 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈડીએ તેમની પાસેથી એવી સંપત્તિ વિશે પૂછ્યું હતું કે જે તેના પરિવારના સભ્યો સાથે જોડાયેલી બે કંપનીઓને કથિત રૂપે આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, તે નાણાંની રકમના સ્ત્રોતને જાહેર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. અધિકારીઓ દાવો કરે છે કે આ રકમ કોલસાની દાણચોરી દ્વારા મળી છે.

EDએ આ પ્રશ્નો પૂછ્યા
પૂછપરછ દરમિયાન, ED એ અભિષેક બેનર્જીની ટીએમસી યુવા નેતા અને ફરાર આરોપી વિનય મિશ્રા સાથેના કથિત સંબંધ માટે પૂછપરછ કરી હતી. ઇડીનો દાવો છે કે વિનય મિશ્રાએ કોલસાની દાણચોરીમાં પરિવહન અને રોકડની હેરફેરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અભિષેક બેનર્જીએ કથિત ગુના વિશેની કોઈપણ માહિતી અને વિનય મિશ્રા સાથેના નાણાકીય સંબંધોનો ઇનકાર કર્યો હતો.
ઇડીએ કોલસા દાણચોરી કેસના મુખ્ય આરોપી અનૂપ માંઝી અને પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મિશ્રાના સંબંધમાં અભિષેક બેનર્જીની પણ પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિષેક બેનર્જીએ તેની સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો.

શું છે મામલો?
ઇડીના જણાવ્યા અનુસાર અભિષેક બેનર્જી અને તેના પરિવાર સાથે જોડાયેલી બે કંપનીઓ, લીપ્સ એન્ડ બાઉન્ડ પ્રાઇવેટ લિમિટેડ અને લીપ્સ એન્ડ બાઉન્ડ મેનેજમેન્ટ સર્વિસિસ એલએલપીને કથિત રીતે એક બાંધકામ કંપની પાસેથી 4.37 કરોડ રૂપિયાના સિક્યોરિટી મની મળ્યા હતા. કોલસાની દાણચોરીના કેસમાં જે વ્યક્તિઓ દ્વારા આ રકમ મળી છે તેમની તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
