For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air India Express : યુએઇથી કેરળ આવી રહેલી ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ

Air India Express : DGCA અનુસાર, 'એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AYC ઓપરેટિંગ ફ્લાઈટ IX 348માં ફ્લાઈટ દરમિયાન એન્જિન-1માં આગ લાગી હતી પરંતુ ફ્લાઈટ પાછી આવી ગઈ છે.'

|
Google Oneindia Gujarati News

Air India Express : એર ઇન્ડિયા એક્સપ્રેસની યુએઈના અબુ ધાબીથી કેરળના કાલીકટ આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જે કારણે વિમાનને અબુ ધાબી પરત આવવાની ફરજ પડી હતી.

આ ઘટનામાં કોઇ જાનમાલનું નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX348 એ અબુ ધાબી એરપોર્ટથી કાલીકટ જવા માટે ઉડાન ભરી હતી, જેમાં 184 પ્રવાસીઓ સામેલ હતા.

DGCAએ નિવેદન જાહેર કર્યું

DGCAએ નિવેદન જાહેર કર્યું

હાલમાં ડીજીસીએ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AYC ઓપરેટિંગફ્લાઈટ IX 348 ફ્લાઇટ દરમિયાન 1000 ફૂટ સુધી પહોંચ્યું હતું કે, જે દરમિયાન તેના એન્જિન-1 માં આગ લાગી હતી, જે બાદ ફ્લાઈટ પરત આવી ગઈ છે. તમામ લોકો સુરક્ષિત છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ વિશે મહત્વની વાત

એર ઈન્ડિયા એક્સપ્રેસ વિશે મહત્વની વાત

  • એર ઇન્ડિયા એક્સપ્રેસ એ ભારતની ઓછી કિંમતની એરલાઇન્સમાંની એક છે
  • એર ઈન્ડિયા એક્સપ્રેસનું મુખ્ય મથક કોચી અને કેરળમાં છે
  • એર ઈન્ડિયા એક્સપ્રેસ 649 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.
  • મધ્ય પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયા સહિત તેની પાસે 33 એરપોર્ટ લેન્ડિંગ છે, જ્યાં તેનું વિમાન ઉતરે છે.
  • એક અંદાજ મુજબ દર વર્ષે લગભગ 4.3 મિલિયન મુસાફરો એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સ દ્વારા મુસાફરી કરે છે.
  • એર ઈન્ડિયા એક્સપ્રેસ એ એર ઈન્ડિયાની પેટાકંપની છે, જેની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી.
  • હાલમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઇન હાલમાં દિલ્હી, મુંબઈ, ત્રિવેન્દ્રમ, કોચી, દુબઈ, મસ્કત, અબુ ધાબી શહેરો માટે છે.
DGCA શું છે?

DGCA શું છે?

DGCA એ ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલય હેઠળની એક નિયમનકારી સંસ્થા છે, જે મુખ્યત્વે એરક્રાફ્ટ સંબંધિત સમસ્યાઓ અનેઘટનાઓ સાથે કામ કરે છે. તેની ઓફિસ દિલ્હીના સફદરજંગમાં છે. DGCA નું પૂરૂ નામ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (Directorate General of Civil Aviation) છે. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સેવાઓનો હિસાબ રાખે છે.

English summary
The engine of Air India Express flight coming from UAE to Kerala caught fire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X