For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના મૃતકોના પરિવારને સરકાર પચાસ હજારનું વળતર આપશે - Top News

કોરોના મૃતકોના પરિવારને સરકાર પચાસ હજારનું વળતર આપશે - Top News

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના મૃતકોને વળતર આપવાની માગણી લાંબા સમયથી થઈ રહી છે, વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે તો સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે અને એ મામલે સરકારે હવે પચાસ હજાર રૂપિયાનો આંકડો નક્કી કર્યો હોવાના સમાચાર છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સરકારે કોરોનાથી મૃત્યુ પામનાર વ્યકિતના પરિવારને 50 હજાર રૂપિયા વળતર આપી શકે છે.

ભારતમાં કોરોના મૃતકોની ખરી સંખ્યા અને તેમના પરિવારજનોને વળતરનો મુદ્દો લાંબા સમયથી ઉઠાવવામાં આવી રહ્યો છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.

આ રકમ આપદા રાહત ભંડોળમાંથી આપવામાં આવશે અને તે પરિવારના સભ્યના આધાર કાર્ડ સાથે જોડાયેલા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

નેશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ આ અંગે ગાઇડલાઇન તૈયાર કરી છે અને તેને ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે ગુરુવારે સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર કોરોનાથી મૃત્યુ પામનાર વ્યકિતના પરિવારને વળતર આપવાનો નિર્ણય મૃત્યુ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોની તપાસ બાદ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી કરશે અને પૈસાની ચૂકવણી સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા કરવામાં આવશે.

સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે કોરોનાથી થયેલા મૃત્યુની નોંધણી માટે અલગથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે.


રાહુલ અને પ્રિયંકા બિનઅનુભવી - કૅપ્ટન અમરિંદરસિંહ

અમરિંદરસિંહે કહ્યું કે એમણે રાજકીય વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.

રાજીનામું આપનાર પંજાબના મુખ્ય કૅપ્ટન અમરિંદરસિંહે કહ્યું છે કે રાહુલ અને પ્રિયંકા ગાંધીમાં અનુભવ નથી અને તેમને ખોટી સલાહ આપવામાં આવે છે.

બુધવારે એમણે કહ્યું કે ત્રણ અઠવાડિયાં અગાઉ એમણે રાજીનામું આપવાની દરખાસ્ત કરી હતી પણ એમને પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

અંગ્રેજી અખબાર ધ હિંદુના અહેવાલ અનુસાર અમરિંદરસિંહે કહ્યું કે હું જીત બાદ પદ છોડવા માટે તૈયાર હતો પણ હાર પછી ક્યારેય નહીં. મેં ત્રણ અઠવાડિયા અગાઉ સોનિયા ગાંધીને રાજીનામું આપવાની દરખાસ્ત કરી હતી પણ એમણે મને પદ પર રહેવા કહ્યું.

એમણે કહ્યું, પંજાબમાં ફરી જીત બાદ મેં અન્ય કોઈને મુખ્ય મંત્રીપદ આપવા માટે કહ્યું હતું પણ એવું ન થયું. હવે હું લડીશ. જ્યારે કૉંગ્રેસ ધારાસભ્યદળની બેઠક ગુપ્ત રીતે બોલાવવામાં આવી તો મને અપમાન લાગ્યું. મને ભરોસોમાં લેવામાં ન આવ્યો. હું ધારાસભ્યોને વિમાનમાં લઈને ગોવા નહોતો ગયો. હું તુક્કાઓમાં ભરોસો નથી કરતો. રાહુલ અને પ્રિયંકાને ખબર છે એ મારી રીત નથી. પ્રિયંકા અને રાહુલ મારા સંતાનો જેવા છે. જે કંઈ પણ થયું, એ આ રીતે નહોતું થવા જેવું, હું દુખી છું.

અમરિંદરસિંહે કહ્યું, રાહુલ અને પ્રિયંકા પાસે અનુભવ નથી અને સલાહકારો એમને ખોટી જાણકારીઓ આપે છે.

અમરિંદરસિંહે કહ્યું કે એમણે રાજકીય વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.


https://www.youtube.com/watch?v=G3ciFzlPixQ&t=24s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The government will pay fifty thousand rupees to the family of corona deceased
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X