આવતા મહિનાથી ‘હર ઘર દસ્તક' વેક્સિનેશન અભિયાન શરૂ થશે, ઘરે-ઘરે જઈને રસી અપાશે!
આવતા મહિનાથી કેન્દ્ર સરકાર મેગા રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે આ જાણકારી આપી. હતી. તેમણે કહ્યું કે સરકાર આવતા મહિનાથી 'હર ઘર દસ્તક' વેક્સિનેશન અભિયાન શરૂ કરવા જઈ રહી છે.
નવી દિલ્હી, 27 ઓક્ટોબર : આવતા મહિનાથી કેન્દ્ર સરકાર મેગા રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે આ જાણકારી આપી. હતી. તેમણે કહ્યું કે સરકાર આવતા મહિનાથી 'હર ઘર દસ્તક' વેક્સિનેશન અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ ઝુંબેશ હેઠળ, આરોગ્ય કર્મચારીઓ તમામ પાત્રતા ધરાવતા લોકોને ઘરે-ઘરે જઈને રસીનો બીજો ડોઝ લગાવશે. આ સિવાય જેમણે પહેલો ડોઝ નથી લીધો તેમને પણ રસીનો પહેલો ડોઝ આપવામાં આવશે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે રસીકરણ ઝુંબેશને આગળ વધારવા અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 77 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 32 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકોને રસીનો એક પણ ડોઝ નથી મળ્યો.
માંડવીયાએ આ દરમિયાન કહ્યું કે જેમણે હજુ સુધી રસી નથી લગાવી તેઓએ રસી લેવી જ જોઈએ. સરકારી ડેટા અનુસાર, 3.92 કરોડથી વધુ લાભાર્થીઓ છ અઠવાડિયાથી વધુ સમયથી રસીના બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય લગભગ 1.57 કરોડ લોકો ચારથી છ અઠવાડિયાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ 1.50 કરોડથી વધુ લોકો 2-4 અઠવાડિયાથી રસીની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
