Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર રોક યથાવત રાખી.

મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઈ રહી. હવે હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો છે.

મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઈ રહી. હવે હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો છે. શિવસેનાના ચૂંટણી ચિહ્નને લઈને ચાલી રહેલા વિવાદમાં હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધારતો નિર્ણય સંભળાવ્યો છે.

Uddhav Thackeray

મહારાષ્ટ્રમાં મહાઅઘાડી સરકાર પડ્યા બાદ શિવસેનામાંથી જુદા પડેલા સિંદે જુથે પણ શિવસેનાના સિમ્બોલ પર પોતાનો દાવો કર્યો હતો. આ દાવા બાદ ઈલેક્શનક કમિશને બન્ને જુથોને અલગ અલગ ચૂંટણી ચિહ્નો આપ્યા હતા. ઈલેક્શન કમિશનના આ આદેશ વિરૂદ્ધ શિવસેના હાઈકોર્ટમાં ગઈ હતી.

ઈલેક્શન કમિશને શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ધનુષ બાણ ચૂંટણી પંચે ફ્રીઝ કરી દીધું છે. આ આદેશ સામે ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે હાઈકોર્ટે ઉદ્ધવની આ અરજી ફગાવી દીધી છે.

કોર્ટે ચૂંટણી પંચને આ મામલે વહેલી તકે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. હવે શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ-બાળને લઈને ઝઘડો વધુ તીવ્ર બન્યો છે. અંધેરી બેઠક પર પેટાચૂંટણીને કારણે ચૂંટણી પંચે બંને જૂથોને નવું નામ અને નવું ચૂંટણી ચિન્હ જારી કર્યું હતું.

ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચે પેટાચૂંટણીના કારણે આવી વ્યવસ્થા કરી છે. કોર્ટે કહ્યું કે હવે પેટાચૂંટણી થઈ ગઈ છે, તેથી વચગાળાનો આદેશ હવે અસ્તિત્વમાં નથી. કોર્ટે ઉદ્ધવ જૂથને પૂછ્યું કે હવે અદાલતે ચૂંટણી પંચના અંતિમ અભિપ્રાયની રાહ કેમ ન જોવી જોઈએ? ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે તે એક બંધારણીય સંસ્થા છે અને તેને નિર્ણય પર પહોંચવા માટે સમય મર્યાદા સાથે જોડી શકાય નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X