G20 Summit 2023 : બાઈડન સાથે બેઠક બાદ પીએમ મોદીનું નવેદન, કહ્યું- અમારી મીટિંગ અર્થપૂર્ણ રહી

G20 સમિટ પહેલા પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે દ્વિપક્ષિય બેઠક યોજાઈ છે. આ બેઠક પુરી થયા બાદ પીએમ મોદીનું નિવેદન આવ્યુ છે.

જો બાઈડને દિલ્હી પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. લગભગ 50 મિનિટ સુધી ચાલેલી આ બેઠક બાદ પીએમઓએ ટ્વિટ કરીને કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત યોજાઈ. તેમની ચર્ચા વિવિધ મુદ્દાઓને આવરીને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.

Biden and PM Modi

અમેરિકી રાષ્ટ્રપતિને મળ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને આવકારીને આનંદ થયો. અમારી મીટિંગ ઘણી અર્થપૂર્ણ રહી. અમે ઘણા વિષયો પર ચર્ચા કરી શક્યા, જે ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક અને લોકો વચ્ચેના સંબંધો સંબંધિત છે. અમે લોકો વચ્ચેના સંબંધોને આગળ વધારીશું. અમારા દેશો વચ્ચેની મિત્રતા વૈશ્વિક સુખાકારીને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.

અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને બેઠક પહેલા કહ્યું હતું કે, આ બેઠકમાં બંને નેતાઓ જૂનમાં વડાપ્રધાન મોદીની અમેરિકાની સત્તાવાર મુલાકાત દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની પ્રગતિની સમીક્ષા કરી શકે છે. જેમાં GE જેટ એન્જિન ડીલ, પ્રિડેટર ડ્રોનની ખરીદી સામેલ છે.

આ સિવાય બેઠકમાં 5G અને 6G સ્પેક્ટ્રમ, યુક્રેન, નાગરિક પરમાણુ ક્ષેત્રમાં પ્રગતિ અને ઉભરતી તકનીકો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. આ સિવાય તેમને ભારત અને આરબ દેશો સાથે ગલ્ફ દેશો અને અન્ય આરબ દેશોને જોડવા માટેની રેલ ડીલની પર વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X