Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અપહરણ અને હત્યાની કોશિશ મામલે મંત્રીના દીકરાની ધરપકડ

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના 26 વર્ષના દીકરા પ્રબલ પટેલ સહીત 7 લોકોની મંગળવારે અપહરણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરી છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના 26 વર્ષના દીકરા પ્રબલ પટેલ સહીત 7 લોકોની મંગળવારે અપહરણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. આ મામલે મધ્યપ્રદેશની નરસિંહપુર પોલીસે કાર્યવાહી કરી છે. આપને જણાવી દઈએ કે પ્રહલાદ પટેલ મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ નેતાઓમાં આવે છે અને દમોહથી સાંસદ પણ છે. હાલમાં જ તેમને કેબિનેટમાં પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શામિલ કર્યા છે.

kidnap

એસપી ગુરૂકરણ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રબલ અને મોનુ પટેલ (27) સહીત 12 આરોપીઓ સામે આઇપીસી ધારા 307 અને ધારા 365 અને બીજી સંબંધિત ધારાઓમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે પ્રબલ, મોનુ પટેલ સહીત લગભગ 2 ડઝન લોકોનો બેલહાઇ બજારમાં 3-4 લોકો સાથે વિવાદ થઇ ગયો.

આ પણ વાંચો: 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા

આ દરમિયાન આરોપીએ યુવકો સાથે મારપીટ કરવાની સાથે સાથે ગોળી પણ ચલાવી, જે હિમાંશુ રાઠોડ નામના યુવકના હાથમાં વાગી. અહીં મુખ્ય આરોપી પ્રબલ અંગે ખબર પડી કે તે દમોહ સાંસદ પ્રહલાદ પટેલનો દીકરો છે. એટલું જ નહીં પરંતુ મોનુ પટેલ પણ પ્રહલાદના નાના ભાઈ ઝાલમ સિંહ પટેલનો દીકરો છે. આપને જણાવી દઈએ કે ઝાલમ સિંહ પટેલ પણ ભાજપ સરકારમાં મંત્રી છે અને નરસિંહપુર વિધાનસભા સીટથી વિધાયક છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. બધા જ ઘાયલોને ઉપચાર માટે જબલપુરમાં રેફર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીડિત યુવકોને જબરજસ્તી મોનુ પટેલની ઓફિસ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી.

આ પણ વાંચો: ઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X