For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 10 સપ્ટેમ્બરે શરૂ થઈ શકે સંસદનું ચોમાસું સત્ર

આગામી 10 સપ્ટેમ્બરે શરૂ થઈ શકે સંસદનું ચોમાસું સત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે સંસદનું મોનસૂન સત્ર 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ વખતે સત્ર દરમિયાન કંઈક એવું જોવા મળશે જે ઈતિહાસમાં ક્યારેય નહિ જોયું હોય. આ વખતે કદાચ બંને સદનની કાર્યવાહી એકસાથે નહિ ચાલે કેમ કે પ્રત્યેક સદન દ્વારા ઉચિત દૂરીનું પાલન કરતાં સભ્યોને બેસવા માટે બંને ચેંબર અને દીર્ઘાઓનો ઉપયોગ કરવાની સંભાવના છે.

10 સપ્ટેમ્બરે ચોમાસું સત્ર શરૂ થશે

10 સપ્ટેમ્બરે ચોમાસું સત્ર શરૂ થશે

સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખઈ સત્રની તૈયારીઓની સમીક્ષા માટે સોમવારે લોકસભા અને રાજ્યસભા બંનેની ચેમ્બરના હાલ જાણ્યા. અગાઉ રવિવારે રાજ્યસભા સચિવાલયે કહ્યું હતું કે ચોમાસું સત્ર દરમિયાન ઉચ્ચ સદનના સભ્યોને બંને ચેંબર અે દીર્ઘામાં બેસાડવામાં આવશે. ભારતીય સંસદના ઈતિહાસમાં પહેલીવાર આવા પ્રકારની વ્યવસ્થા હશે જ્યાં 60 સભ્યો ચેમ્બરમાં બેસશે અને 51 સભ્યો રાજ્યસભાની દીર્ઘાઓમાં બેસશે. આ ઉપરાંત બાકી 132 સભ્યો લોકસભાની ચેમ્બરમાં બેસશે. લોકસભા સચિવાલય પણ સભ્યોના બેસવા માટે આવા પ્રકારની વ્યવસ્થા કરી રહી છે.

23 માર્ચે સદન સ્થગિત થયાં હતાં

23 માર્ચે સદન સ્થગિત થયાં હતાં

સૂત્રોએ જણાવ્યું કે સામાન્ય રીતે બંને સદનમાં એકસાથે બેઠક થાય છે પરંતુ આ વખતે અસાધારણ પરિસ્થિતિને કારણે એક સદન સવારના સમયે બેસશે ન્ે બીજાની કાર્યવાહી સાંજે થશે. જણાવી દઈએ કે મહામારીના કારણે સંસદના બજેટ સત્રની અવધિમાં કટૌતી કરી દેવામાં આવી હતી અને 23 માર્ચે બંને સદનને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યાં હતાં.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાશે

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાશે

પ્રાપ્ત જાણકારી મુજબ રાજનૈતિક દળોને તેમની ક્ષમતા મુજબ બેસવા સંબંધિત નિર્દેશ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સદનના નેતા થાવર ચંદ ગેહલોત કે અને વિપક્ષના નેતા અને અન્ય પાર્ટી નેતાઓ માટે ઉચ્ચ સદનના ચેમ્બરમાં નામાંકિત સીટો નિર્ધારિત કરવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહન સિંહ અને એચડી દેવગૌડા માટે પણ સદનની ચમ્બરમાં જ નામાંકિત સીટ નિર્ધારિત કરવામાં આવશે.

હવે ઓનલાઈન દવા વેચશે મુૂકેશ અંબાણી, આ કંપનીમાં કર્યું તગડું રોકાણહવે ઓનલાઈન દવા વેચશે મુૂકેશ અંબાણી, આ કંપનીમાં કર્યું તગડું રોકાણ

English summary
The monsoon session of Parliament may begin on September 10
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X