For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરબી- મજૂર- શ્રમિકોની પિડા શબ્દોમાં વર્ણવી ના શકાયઃ પીએમ મોદી

ગરબી- મજૂર- શ્રમિકોની પિડા શબ્દોમાં વર્ણવી ના શકાયઃ પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રેડિયોમાં પ્રસારિત પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 12મા એપિસોડમાં પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને પગલે સમાજના દરેક ક્લાસ પર થયેલી અસરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ સંકટથી સમાજનો એકપણ વર્ગ બચી શક્યો નથી. પરંતુ ગરીબો, અને મજૂરો પર તેની સૌથી વધુ અસર પહોંચી છે, તેમના દર્દ અને પીડાને શબ્દોમાં પણ વર્ણવી ના શકાય.

man ki baat

દેશમાં કોરોના વાયરસને પગલે પેદા થયેલ સંકટ પર આજે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ વિસ્તૃત વાત કહી છે. તેમણે કહ્યું કે, આપણા દેશણાં પણ કોઈ વર્ગ એવો નથી જે કઠણાઈમાં ના હોય, પરેશાનીમાં ના હોય, આ સંકટની સૌથી વધુ ચોટ જો કોઈને પડી હોય તો તે આપણા ગરીબ, મજૂર શ્રમિક વર્ગ પર પડી છે. તેમની તકલીફ, તેમનું દર્દ, તેમની પીડા, શબ્દોમાં વર્ણવી ના શકાય. આપણામાંથી કોણ એવું હશે જે તેમના તરફથી તેમના પરિવારની તકલીફોનો અનુભવ ના કરી રહ્યું હોય. આપણે બધા મળી આ તકલીફને, આ પીડાને, વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, આખો દેશ પ્રયાસ કરી રહ્યો છે.

પીએમ મોદી મુજબ કોરોના વિરુદ્ધ લડાઈનો આ લાંબો રસ્તો છે. એક એવી આપદા જેનો આખી દુનિયામાં ક્યાંય ઈલાજ નથી, જેનો પહેલાનો કોઈને અનુભવ પણ નથી, તો એવામાં નવા- નવા ડકારો અને તેના કારણે પરેશાનીઓ આપણે અનુભવી પણ રહ્યા છીએ. આ દુનિયાના દરેક કોરોના પ્રભાવિત દેશમાં થઈ રહ્યા છે અને આના માટે ભારત પણ તેનાથી અછૂતું નથી રહ્યું.

પીએમ મોદી બોલ્યા કે- જે દ્રશ્ય આજે આપણે જોઈ રહ્યા છે, જેનાથી દેશને અતીતમાં જે કંઈપણ થયું, તેના અવલોકન અને ભવિષ્ય માટે સીખવાનો અવસર પણ મળ્યો છે. આજે આપણા શ્રમિકોની પીડામાં આપણે દેશના પૂર્વી ભાગની પીડાને જોઈ શકીએ છીએ. જે પૂર્વી ભાગમાં દેશના ગ્રોથ એન્જીન બનવાની ક્ષમતા છે, જેના શ્રમિકો બાહુબલમાં, દેશને નવી ઉંચાઈ પર લઈ જવા સામર્થ્ય છે, તે પૂર્વી ભાગનો વિકાસ બહુ જરૂરી છે. પૂર્વી ભારતના વકાસથી જ દેશનું સંતુલન આર્થઇક વિકાસ શક્યા છે. દેશે જ્યારે મને સેવા કરવાનો અવસર આપ્યો, ત્યારથી જ અમે પૂર્વી ભારતના વિકાસને પ્રાથમિકતા આપી છે. મને સંતોષ છે કે ગત વર્ષોમાં આ દિશામાં ઘણું બધું થયું છે, અને હવે પ્રવાસી મજૂરોને જોતા ઘણાબધા નવા પગલાં ઉઠાવવાની પણ જરૂરત થઈ જશે, અને આપણે સતત એ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

કોરોનાને લઈ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી 'મન કી બાત', જાણો ખાસ વાતોકોરોનાને લઈ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી 'મન કી બાત', જાણો ખાસ વાતો

English summary
the pain of poor labors can't be expressed in word says pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X