"જે મુલાયમની સાથે રહેશે એ જેલભેગો જ થશે"

ગુરુવારે સંજય દત્તની સજા પર જ્યારે મીડિયાએ બેની પ્રસાદ વર્માની પ્રતિક્રિયા લીધી તો તેમણે જણાવ્યું કે, 'જે મુલાયમની સાથે રહેશે તે જવાનો' ઉલ્લેખનીય છે કે એક સમયે સંજય દત્ત મુલાયમસિંહની ઘણી નજીક રહ્યા હતા, તેમણે 2009માં લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા અને પાર્ટીએ તેમને લખનઉથી ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા હતા.
જોકે કોર્ટે તેમને ચૂંટણી લડવાની પરવાનગી આપી ન્હોતી, અને અમર સિંહે સમાજવાદી પાર્ટી છોડ્યા બાદ સંજય દત્તે પણ રાજનીતિ છોડી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે હું અમરસિંહના કારણે રાજનીતિમાં જોડાયો હતો.












Click it and Unblock the Notifications
