MPમાં વધ્યું રાજકિય નાટક, હવે કમ્પ્યૂટર બાબા બોલ્યા- તેમની પાસે ભાજપના 4 ધારાસભ્ય

MPમાં વધ્યું રાજકિય નાટક, હવે કમ્પ્યૂટર બાબા બોલ્યા- તેમની પાસે ભાજપના 4 ધારાસભ્ય

ઈન્દોરઃ કર્ણાટકમાં ધારાસભ્યો બાગી થયા બાદ હવે મધ્ય પ્રદેશની રાજનીતિમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ભાજપના 2 ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કોલે કોંગ્રેસ સરકારને સમર્થન આપી દીધું હતું. જે બાદ હવે કમ્પ્યૂટર બાબાનો નવો દાવો સામે આવ્યો છે. કમ્પ્યૂટર બાબાએ કહ્યું કે ભાજપના ચાર ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. જ્યારે યોગ્ય સમય હશે તો હું તેમને સૌની સામે રજૂ કરીશ. જણાવી દઈએ કે કમલનાથ સરકારમાં કમ્પ્યૂટર બાબાને મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

bjp

કમ્પ્યૂટર બાબાએ કહ્યું કે જ્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ મને જણાવશે, હું ભાજપના ચાર ધારાસભ્યોને સૌની સામે રજૂ કરીશ. કમ્પ્યૂટર બાબાએ કહ્યું કે ભાજપના ચાર ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને ઉમ્મીદ કરી રહ્યા છે કે તેમને સરકારમાં સામેલ કરવામાં આવે. જણાવી દઈએ કે બુધવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં એક ધારાસભ્ય પર મત વિભાજન દરમિયાન ભાજપના બંને ધારાસભ્યોએ રાજ્યમાં કોંગ્રેસની કમલનાથ સરકારને પોતાનું સમર્થન આપી દીધું.

જણાવી દઈએ કે નારાયણ ત્રિપાઠી અને શરદ કોલે પોતાના આવાસ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પચૌરી સાથે મુલાકાત કરી. જો કે બંને ધારાસભ્યોએ હજુ સુધી ભાજપથી રાજીનામું આપ્યું નથી. વિધાનસભામાં બુધવારે કમલનાથ સરકારના એક બિલના પક્ષમાં વોટિંગ કરનાર બંને ધારાસભ્યોને અજ્ઞાત સ્થળ પર મોકલી આપ્યા છે. સરકારના બિલના સમર્થનમાં વોટ આપ્યા બાદ જ્યાં નારાયણ ત્રિપાઠીએ ભાજપની આલોચના કરી. તેમણે કહ્યું કે ભાજપ સતત જૂઠા વાયદા કરી ખુદનો પ્રચાર કરતું રહ્યું છે. બુધવારે અહેવાલ પણ આવ્યા કે બુધવારે ભાજપના આ બંને બાગી ધારાસભ્ય કલમનાથ સરકારના ભોજમાં પણ સામેલ થનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X