પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરમાંથી સફળતાપુર્વક ચંદ્રની ધરતી પર ઉતર્યુ, જાણો તેની શું હશે કામગીરી?
લેન્ડિંગ બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવરને બહાર કાઢવાની પ્રકિયા શરૂ કરાયા બાદ તેને સફળતાપુર્વક ચંદ્રની ધરતી પર ઉતારી દેવાયુ છે. જણાવી દઈએ કે, રેમ્પ દ્વારા પ્રજ્ઞાન રોવરને ચંદ્રની ધરતી પર ઉતારાયુ છે.

ચંદ્રયાન 3 મિશનના સૌથી મહત્વનો લેન્ડિંગ તબક્કો પુરો થયા બાદ હવે તેની સાચી કામગીરી શરૂ થશે. વિક્રમ લેન્ડર લેન્ડિંગ સાઈટ પર સ્થિત રહીને ત્યાંથી જ વિવિધ રિસર્ચને અંજામ આપશે તો પ્રજ્ઞાન રોવર વિવિધ જગ્યાઓએ ટ્રાવેલ કરીને ડાટા એકત્રિક કરશે અને ઈસરોને પૃથ્વી પર મોકલશે.
#Chandrayaan3: #Pragyan rover has started rolling out 🇮🇳 pic.twitter.com/9rSNzvWT7Y
— Indian Aerospace Defence News - IADN (@NewsIADN) August 23, 2023
પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર ઘણા મહત્વના પેલોડથી સજ્જ છે. આ પેલોડમાં વિવિધ પ્રકારના સેન્સર સામેલ છે. આ સેન્સર ચંદ્રની માટી અને વાતાવરણ સહિત વિવિધ બાબતોનો અભ્યાસ કરશે અને જરૂરી માહિતી પૃથ્વી પર પહોંચાડશે. આ ડાટા પર દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર છે.












Click it and Unblock the Notifications
